Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran ready to open Hormuz in 7 days, but put a big bet on the US

ઇરાને 7 દિવસમાં હોર્મુઝ ખોલવા તૈયારી દર્શાવી, પરંતુ અમેરિકા સમક્ષ મૂકી મોટી શરત

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ઇરાને  7 દિવસમાં હોર્મુઝ ખોલવા તૈયારી દર્શાવી, પરંતુ અમેરિકા સમક્ષ મૂકી મોટી શરત
સોર્સ : gstv

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાને વિશ્વને મોટી રાહત આપી છે. ઈરાન સૌથી મહત્વપૂર્ણ તેલ સપ્લાય રૂટ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને 7 દિવસમાં ખોલવા માટે તૈયાર છે, પરંતુ તેણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક કડક શરત મૂકી છે. ઈરાન સંબંધિત આ સમાચાર જાપાનની એક સમાચાર એજન્સીએ પ્રકાશિત કર્યા છે, ત્યારબાદ હવે વિશ્વની નજર ડોનાલ્ડ ટ્રમ્પ તરફ મંડરાયેલી છે.

App Store

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને તેલના આસમાને પહોંચતા ભાવ વચ્ચે ઈરાને એક એવો દાવ રમી દીધો છે, જેનાથી સમગ્ર વિશ્વ માટે આગામી 7 દિવસમાં મોટા સમચાર આવી શકે છે. વિશ્વની સૌથી સંવેદનશીલ દરિયાઈ પટ્ટી ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને ઈરાન આગામી સાત દિવસમાં ફરીથી ખોલવા માટે રાજી થઈ ગયું છે. તેહરાને તેના બદલામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક એવી કડક શરત મૂકી છે, જેનાથી વોશિંગ્ટનમાં હોબાળો મચી ગયો છે. હવે ટ્રમ્પ પાસે એક જ રસ્તો બચ્યો છે.

ઈરાને ટ્રમ્પ સામે મૂકી હોર્મુઝ ખોલવાની શરત

જાપાનની જાણીતી સમાચાર એજન્સીએ ઈરાની સરકારના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને આ સમગ્ર ઘટનાક્રમનો ખુલાસો કર્યો છે. ઈરાનના આ અધિકારીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને સંદેશ આપ્યો છે કે, તેમનો દેશ વાટાઘાટોના રસ્તા બંધ કરવાના મૂડમાં નથી, પરંતુ સાથે જ તેમણે અમેરિકાને એ વાતનો અહેસાસ પણ કરાવી દીધો છે કે તાળી એક હાથે વાગતી નથી. ઈરાનનું માનવું છે કે, છેલ્લા કેટલાક સમયથી અમેરિકી વહીવટીતંત્ર જે પ્રકારનું આક્રમક વલણ અપનાવી રહ્યું છે, તેનાથી શાંતિના કોઈ પ્રયાસો સફળ થઈ શકે નહીં. જો અમેરિકા ખરેખર આ આંતરરાષ્ટ્રીય સંકટનો ઉકેલ ઈચ્છતું હોય તો તેણે માત્ર વાતો કરવાને બદલે ગ્રાઉન્ડ લેવલ પર પોતાની ગંભીરતા અને કટિબદ્ધતા સાબિત કરવી પડશે.

આખરે કઈ છે તે શરત, જેણે અમેરિકાની ઊંઘ ઉડાડી?

હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, ઈરાનની એ કઈ શરત છે, જેણે વોશિંગ્ટનથી લઈને તેલ બજારો સુધી હલચલ મચાવી દીધી છે? ખરેખર, ઈરાનની મુખ્ય અને કડક માંગ એ છે કે, અમેરિકા પર્સિયન ગલ્ફ (ફારસની ખાડી) અને તેની આસપાસના વિસ્તારોમાંથી પોતાનું સૈન્ય દબાણ તુરંત ઘટાડે.

અમેરિકાએ જે રીતે આ વિસ્તારમાં પોતાની નૌકાદળ, લડાકુ વિમાનો અને ઘાતક મિસાઈલોની તૈનાતી વધારી દીધી છે, ઈરાન તેને પોતાના માથા પર લટકતી તલવાર માને છે. ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી તેના પર સૈન્ય કાર્યવાહીનો ખતરો મંડરાતો રહેશે, ત્યાં સુધી કોઈપણ પ્રકારની શાંતિ સમજૂતીનો કોઈ અર્થ રહેતો નથી. ઈરાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે શરત મૂકી છે કે, જો અમેરિકા પર્સિયન ગલ્ફમાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચી લે છે, તો ઈરાન માત્ર સાત દિવસની અંદર સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તમામ વેપારી જહાજો અને તેલ ટેન્કરોની અવરજવર માટે સુરક્ષિત રીતે ખોલી દેશે.

ટ્રમ્પ અને પેઝેશ્કિયાનની મુલાકાત પર બ્રેક

આ મોટા રાજદ્વારી વળાંક વચ્ચે વિશ્વભરના નિષ્ણાતોની નજરો એ વાત પર પણ ટકેલી હતી કે, શું આગામી દિવસોમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બેઠક દરમિયાન કોઈ મોટો ચમત્કાર થઈ શકે છે? શું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન એક મંચ પર આવીને હાથ મિલાવી શકે છે?

જોકે, ઈરાની અધિકારીએ આ તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે UNGA દરમિયાન બંને ટોચના નેતાઓ વચ્ચે કોઈ મુલાકાત કે સીધી વાટાઘાટોનો કોઈ પ્લાન નથી. નિષ્ણાતોનું માનવું છે કે, ઈરાન કોઈ નક્કર પરિણામ કે શરત વિના પોતાના રાષ્ટ્ર પ્રમુખને ટ્રમ્પ સામે મોકલવા નથી માંગતું. જ્યાં સુધી અમેરિકા સૈન્ય દબાણ ઘટાડવા પર કોઈ લેખિત ભરોસો ન આપે, ત્યાં સુધી ઈરાનનો કોઈ મોટો નેતા ટ્રમ્પ સાથે ટેબલ પર બેસવા તૈયાર થશે નહીં. તેવામાં હવે ટ્રમ્પ પાસે માત્ર પડદા પાછળથી કૂટનીતિ ચલાવવાનો જ છેલ્લો રસ્તો બચ્યો છે.

હોર્મુઝની નાકાબંધીથી કેમ ડરેલું છે વિશ્વ?

વિશ્વના તેલની નસ: હોર્મુઝ સમગ્ર વિશ્વની 'ઓઈલ સપ્લાયની કરોડરજ્જુ' કહેવામાં આવે તો ખોટું નહીં હોય. પર્સિયન ગલ્ફને ઓમાનની ખાડી અને અરબ સાગર સાથે જોડતો આ સાંકડો રસ્તો વિશ્વનો સૌથી સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર છે. વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતા કુલ કાચા તેલનો લગભગ 20 થી 30 ટકા હિસ્સો માત્ર આ એક જ રસ્તા પરથી પસાર થઈને સમગ્ર વિશ્વમાં સપ્લાય થાય છે.

ગેસની અછતનો ડર: કાચા તેલ ઉપરાંત, કતાર અને આસપાસના ખાડી દેશોમાંથી નીકળતા એલપીજી (LPG) અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નો મોટો હિસ્સો આ જ રસ્તેથી એશિયાઈ અને યુરોપીય દેશો સુધી પહોંચે છે.

વેપારી નુકસાન: હોર્મુઝ બંધ થતાં જ વિશ્વભરના શેરબજારો કડાકા સાથે ગબડી જાય છે. જહાજોનો વીમા ખર્ચ અચાનક એટલો વધી જાય છે કે, સામાન્ય સામાનનું પરિવહન પણ કેટલાય ગણું મોંઘું થઈ જાય છે.

ભારત પર શું અસર પડશે?

જો આગામી સાત દિવસમાં ઈરાન પોતાની શરત મુજબ આ રસ્તો ખોલી દે છે, તો ભારત સહિત સમગ્ર એશિયા માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા કાચું તેલ વિદેશથી ખરીદે છે, અને તેનો મોટો હિસ્સો હોર્મુઝના રસ્તેથી ભારત આવે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો સપ્લાય પૂર્વવત થવાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહેશે અથવા ઘટી શકે છે.

મોંઘવારી પર પ્રહાર: જ્યારે ઈંધણ સસ્તું થશે, ત્યારે વાહનોનું ભાડું અને માલસામાનના પરિવહનનો ખર્ચ ઘટશે. આનાથી રસોડાના રાશનથી લઈને શાકભાજી સુધીના ભાવ નિયંત્રણમાં રહેશે.

ઉર્જા સુરક્ષા: ભારતના પાવર પ્લાન્ટ્સ અને ઉદ્યોગોને મળતો ગેસ અને તેલનો સપ્લાય અવિરત ચાલુ રહેશે, જેનાથી દેશની આર્થિક ઝડપ પર કોઈ બ્રેક નહીં લાગે.

ટ્રમ્પના છેલ્લા દાવ પર વિશ્વની નજર

ઈરાનની આ 7 દિવસ વાળી ઓફર માત્ર એક સમાચાર નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણના તખ્તા પર રમાયેલો એક મોટો માસ્ટરસ્ટ્રોક છે. તેહરાને વિશ્વ સામે એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે તે આર્થિક તબાહી કે યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ તે અમેરિકી દબાણ સામે ઝૂકવા પણ તૈયાર નથી.

જો ટ્રમ્પ પોતાની જૂની આક્રમક વ્યૂહરચના છોડીને કૂટનીતિનો રસ્તો પસંદ કરે છે, અને સૈન્ય દબાણમાં થોડી છૂટછાટ આપે છે, તો માત્ર સાત દિવસમાં વિશ્વને મોટા સમાચાર મળી શકે છે. જોકે, જો ટ્રમ્પ પોતાની જીદ પર અડગ રહેશે, તો પશ્ચિમ એશિયાનો આ વિવાદ વિશ્વને તબાહી તરફ ધકેલી શકે છે.