'નેતન્યાહૂ ધમકી આપવાનું બંધ કરો', ઇરાને ઇઝરાયલને આપી પરમાણુ હુમલાની ધમકી
ઇરાને સીધી રીતે ઇઝરાયલને પરમાણુ હુમલાની ધમકી આપી છે. ઇરાનનું કહેવું છે કે જો તેના અસ્તિત્વને ખતરો થશે તો તે પરમાણુ સિદ્ધ

ઇરાને સીધી રીતે ઇઝરાયલને પરમાણુ હુમલાની ધમકી આપી છે. ઇરાનનું કહેવું છે કે જો તેના અસ્તિત્વને ખતરો થશે તો તે પરમાણુ સિદ્ધાંતમાં બદલાવ કરશે. ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઇના સલાહકાર કમાલ ખર્રાજીએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે.
ઇરાનના સુપ્રીમ લીડરના સલાહકારે કહ્યું, 'પરમાણુ બોમ્બ બનાવવાનો અમારો કોઇ નિર્ણય નથી પરંતુ જો ઇરાનના અસ્તિત્વને ખતરો ઉભો થશે તો અમારા સૈન્ય સિદ્ધાંતને બદલવા સિવાય કોઇ વિકલ્પ નહીં હોય. ઇરાની મીડિયા અનુસાર, ખર્રાજીએ કહ્યું કે જાયોની શાસનની પરમાણુ ફેસિલિટી પર હુમલાની સ્થિતિમાં અમારી પ્રતિરોધક ક્ષમતા બદલાઇ જશે.'
ઇરાન પહેલા જ સંકેત આપી ચુક્યુ છે કે તેની પાસે આવા હથિયાર બનાવવાની ક્ષમતા છે. ઇરાન લાંબા સમયથી શાંતિપૂર્ણ ન્યૂક્લિયર પ્રોગ્રામનો દાવો કરતું રહ્યું છે. ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇએ 2000ના દાયકામાં એક ફતવો જાહેર કરીન પરમાણુ હથિયાર બનાવવા પર પ્રતિબંધ મુકી દીધો હતો, માટે પરમાણુ સિદ્ધાંતમાં બદલાવની વાતો થઇ રહી છે. ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇના સલાહકારે કહ્યું કે, જો તેને ઇઝરાયેલથી ખતરો લાગશ તો તે પરમાણુ યુદ્ધ નીતિ અંગેના પોતાના શપથ ભૂલી જશે.
અચાનક જ નથી ભડક્યું ઇરાન
આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં સીરિયાના પાટનગર દમિશ્કમાં ઇરાનના દૂતાવાસ પર બોમ્બમારાના જવાબમાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ટકરાવ વધી ગયો છે. એવી સ્થિતિ બની ગઇ છે કે ઇરાને સીધા ઇઝરાયેલના વિસ્તારોને નિશાન બનાવતા વિસ્ફોટક ડ્રોન અને મિસાઇલોનો વરસાદ કર્યો હતો. પરમાણુ હથિયાર વિરૂદ્ધ બોલનારા ખામેનેઇએ હવે ન્યૂક્લિયર બોમ્બના ઉપયોગ કરવાની વાત કહેવાનું શરૂ કરી દીધુ છે. ઇરાનના પૂર્વ જાસુસી મંત્રીએ પણ સંકેત આપ્યા કે બહારના દબાણ, વિશેષ રીતે પશ્ચિમી દેશોને કારણે ઇરાન પરમાણુ હથિયારોના ઉપયોગ તરફ વધી શકે છે.
ઇરાન પાસે યૂરેનિયમનો ભંડાર
તાજેતરમાં એવો રિપોર્ટ પણ સામે આવ્યો છે કે ઇરાનના કેટલાક સ્થળો પર યૂરેનિયમનો ભંડાર મળ્યો છે. યૂરેનિયમનો ઉપયોગ પરમાણુ બોમ્બને વિકસિત અને બનાવવામાં કરવામાં આવે છે. જોકે, ઇરાને યૂરેનિયમ મળવાની વાત જરૂર કબુલી હતી પરંતુ કહ્યું હતું કે તે પરમાણુ બોમ્બને બનાવવાની જગ્યાએ તેનો ઉપયોગ પોતાના હથિયારોને વિકસિત કરવા માટે કરશે.








