મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

વધુ એક યુદ્ધના ભણકારા! ઈરાને 100થી વધુ મિસાઈલો વડે ઈઝરાયેલ પર કર્યો હુમલો

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધનો નવો મોરચો ખુલી રહ્યો છે. બંને દેશો વચ્ચે ભારે તણાવ અને વિવાદ વચ્ચે ઈરાને ઈઝરાયેલ પર 100થી વધુ મ

વધુ એક યુદ્ધના ભણકારા! ઈરાને 100થી વધુ મિસાઈલો વડે ઈઝરાયેલ પર કર્યો હુમલો

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધનો નવો મોરચો ખુલી રહ્યો છે. બંને દેશો વચ્ચે ભારે તણાવ અને વિવાદ વચ્ચે ઈરાને ઈઝરાયેલ પર 100થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે. ઈઝરાયેલના સુરક્ષા દળોએ આ વાતની પુષ્ટિ કરી છે. 

ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, ઈરાને બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે.  સેનાઓ લાખો લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.  આ હુમલા અંગે અમેરિકાએ પહેલા જ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો ઈરાન હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

હુમલા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિનું નિવેદન સામે આવ્યું

ઈરાનના મિસાઈલ હુમલા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન પણ નિવેદન પણ સામે આવ્યું છે. યુએસ રાષ્ટ્રપતિએ એક એક્સ-પોસ્ટમાં લખ્યું કે, ઈઝરાયેલને ઈરાની મિસાઈલ હુમલાઓથી બચાવવા અને આ ક્ષેત્રમાં અમેરિકી સેનાની મદદ કરવા તૈયાર છે.

ભારતે જાહેર કરી એડવાઈઝરી

ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, દેશ અને રાજ્યોમાં બિનજરૂરી મુસાફરી ટાળો અને સુરક્ષિત આશ્રયસ્થાનોની નજીક રહો. દૂતાવાસ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. કોઈપણ કટોકટીના કિસ્સામાં, તમે 24/7 હેલ્પલાઈનનો સંપર્ક કરી શકો છો. આ હેલ્પલાઈન છે +972-547520711, +972-543278392.

આ સમાચાર શેર કરો