Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran imposes sanctions on satellite internet service provider Starlink, revenge on Trump with Elon Musk

ઈરાને સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ આપતી સ્ટારલિંક સામે મૂક્યો પ્રતિબંધ, ટ્રમ્પનો બદલો Elon Musk સાથે લીધો 

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2025
લાઇવ ટીવીGoogle News
ઈરાને સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ આપતી સ્ટારલિંક સામે મૂક્યો પ્રતિબંધ, ટ્રમ્પનો બદલો Elon Musk સાથે લીધો 

Iran Setback for Elon Musk: ઈરાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બદલો ઉદ્યોગપતિ Elon Muskથી લીધો છે. ઈરાનની સંસદે દેશમાં Elon Muskની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક પર પ્રતિબંધ મૂક્યો છે. ઈરાનની સંસદમાં કહેવામાં આવ્યું છે કે સ્ટારલિંક(Starlink) મંજૂરી વિના દેશમાં કાર્યરત હતી અને દેશની સાર્વભૌમત્વને જોખમમાં મૂકી રહી હતી.

App Store

ઈન્ટરનેટ સેવાઓ પર દેખરેખ શા માટે જરૂરી છે?

અહેવાલો અનુસાર, ઈરાનની સંસદે સ્ટારલિંક જેવી સેટેલાઇટ ઈન્ટરનેટ સેવાઓ સહિત લાઈસન્સ વિનાના ઈલેક્ટ્રોનિક સંચાર ઉપકરણોના ઉપયોગને ગુનાઈત બનાવતો કાયદો પસાર કર્યો છે. આ હેઠળ, ગુનેગારોને જેલની સજાનો સામનો કરવો પડશે. સ્ટારલિંકનો ઉપયોગ ઈન્ટરનેટ પ્રતિબંધો અને સ્થાનિક કંપનીઓની નબળી સેવાને કારણે કરવામાં આવ્યો હતો. ઈરાની અધિકારીઓને હવે ડર છે કે બિન-નિરીક્ષણ કરાયેલ મોબાઇલ ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કથિત ઈઝરાયલી જાસૂસોને તેલ અવીવનો સંપર્ક કરવામાં સક્ષમ બનાવી શકે છે.

ઈઝરાયેલ સાથેના 12 દિવસના યુદ્ધ અને વિદેશી પ્રભાવ અને માહિતી નિયંત્રણ અંગે વધતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને 23મી જૂને ઈરાની સંસદમાં આ કાયદો રજૂ કરવામાં આવ્યો છે. એવા અહેવાલો સામે આવ્યા હતા કે, યુદ્ધ દરમિયાન ઈરાનમાં ઈન્ટરનેટ પ્રતિબંધ હોવા છતાં ઘણાં લોકો સ્ટારલિંકનો ઉપયોગ કરી રહ્યા હતા. આનાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો વધે છે.

ગુપ્ત માહિતી શેર કરવા બદલ મૃત્યુદંડ

'રાષ્ટ્રીય સુરક્ષા, હિત વિરુદ્ધ ઈઝરાયલ અને દુશ્મન દેશો સાથે જાસૂસી અને સહયોગ માટે દંડમાં વધારો' શીર્ષક ધરાવતા આ કાયદામાં 9 કલમો છે. તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાતી વિવિધ પ્રવૃત્તિઓ માટે કડક સજાની જોગવાઈ કરે છે. નવા કાયદા હેઠળ, ઈઝરાયલ અને અન્ય દુશ્મન રાજ્યો સાથે કોઈપણ ગુપ્ત માહિતી શેર કરવા પર મૃત્યુદંડની સજા છે.