Video: ટ્રમ્પના નિવાસસ્થાનની એકદમ નજીક અંધાધૂંધ ફાયરિંગ

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાનની એકદમ નજીક અંધાધૂંધ ફાયરિંગ થયુ છે. જેમાં 2 લોકોનાં મોત થયા છે જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે,,, અત્યંત સુરક્ષિત ગણાતા વ્હાઇટ હાઉસથી માત્ર થોડા જ અંતરે આ ઘટના બની છે. ઘટનાને અંજામ આપીને શૂટર ફરાર થઈ જતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ગુરુવારે વોશિંગ્ટન ડીસીના લોગન સર્કલ વિસ્તારમાં આ હિંસક ઘટના બની હતી, જે વ્હાઇટ હાઉસથી આશરે 1 માઈલ ઉત્તર દિશામાં આવેલો છે. હુમલાખોરે પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી હોવાની પણ ચર્ચા છે. ફાયરિંગની ચોક્કસ જગ્યા અંગે હજુ તપાસ ચાલી રહી છે..મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા નાગરિકોને આ વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. આ હુમલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.





