VIDEO: એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને હોટલ-કે બસ ન મળી, રઝળપાટ કરવી પડી
જાપાનના નાગોયા ખાતે યોજાનારી એશિયન ગેમ્સ પહેલાં ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની અણધારી મુશ્કેલીઓ સામે આવી છે. રોઇંગ અને શૂટિંગ દળને એરપોર્ટ પર પહોંચ્યા બાદ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગના રોઇંગ સ્ક્વોડના ખેલાડીઓ રહેઠાણ વગર અટવાયા હતા, જ્યારે કેટલાકના નામ એક્રેડિટેશન સિસ્ટમમાંથી ગાયબ હતા. પૂનમ, અલીના એન્ટો અને અંશિકા ભારતી જેવા નામો રજીસ્ટર ન હોવાનું સામે આવ્યું હતું. કેથે પેસિફિક દ્વારા ખેલાડીઓના ઓર્સ (ચપ્પુ) ચેક-ઇન કરવાની ના પાડવામાં આવી હતી, જે બાદમાં દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
શૂટિંગ કોચ સમરેશ જંગનું ખોટું એક્રેડિટેશન
શૂટિંગ દળના સભ્યોને પણ મંગળવારે રાત્રે નાગોયા એરપોર્ટ પર ટ્રાન્સપોર્ટ માટે આશરે 3 કલાક સુધી રાહ જોવી પડી હતી અને તેઓ રાત્રે લગભગ 4 વાગ્યે હોટેલ પહોંચ્યા હતા. સૌથી મોટો ઝટકો પિસ્તોલ શૂટિંગના હેડ કોચ સમરેશ જંગને લાગ્યો હતો. જેમનું એક્રેડિટેશન ખેલાડીઓની એરેનામાં પ્રવેશ માટે માન્ય નહોતું. નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં નવું એક્રેડિટેશન મળવાની આશા છે, જે ભારતના મેડલની શક્યતાઓ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

