Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Indian-origin Himanshi Khurana's killer arrested in Canada for 7 months: Toronto police nab Abdul Ghafoori

કેનેડામાં ભારતીય મૂળની હિમાંશી ખુરાનાના હત્યારાની 7 મહિને ધરપકડ: ટોરન્ટો પોલીસે અબ્દુલ ગફૂરીને દબોચ્યો

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
કેનેડામાં ભારતીય મૂળની હિમાંશી ખુરાનાના હત્યારાની 7 મહિને ધરપકડ: ટોરન્ટો પોલીસે અબ્દુલ ગફૂરીને દબોચ્યો
સોર્સ : gstv

કેનેડા (Canada)ના ટોરન્ટો (Toronto)માંથી એક મહત્વના અહેવાલ સામે આવ્યા છે. ભારતીય મૂળની 30 વર્ષીય મહિલા હિમાંશી ખુરાના (Himanshi Khurana)ની હત્યાના મામલામાં ટોરન્ટો પોલીસે આશરે સાત મહિનાથી ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીની ઓળખ 32 વર્ષીય અબ્દુલ ગફૂરી (Abdul Ghafuri) તરીકે થઈ છે.

App Store

ડિસેમ્બર 2025માં બની હતી ઘટના

પોલીસના જણાવ્યા અનુસાર, હિમાંશી ખુરાના અને અબ્દુલ ગફૂરી વચ્ચે અંગત સંબંધો (Intimate Partner Relationship) હતા. હિમાંશી ટોરન્ટોના સ્ટ્રેચન એવન્યુ અને વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ વિસ્તારમાંથી અચાનક ગુમ થઈ ગઈ હતી, જેના પછી પરિવારજનો અને સ્થાનીય અધિકારીઓએ તેની શોધખોળ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન 20 ડિસેમ્બર 2025ના રોજ સવારે 6:30 વાગ્યાની આસપાસ હિમાંશીનો એક ઘરની અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય પોલીસિંગ પાર્ટનર્સની મદદથી પકડાયો આરોપી

ઘટના બાદથી આરોપી અબ્દુલ ગફૂરી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના ફોટા અને વિડિયો જાહેર કરીને શોધખોળ હાથ ધરી હતી. આખરે સાત મહિનાની કડક તપાસ બાદ 7 ઓગસ્ટ 2026ના રોજ પોલીસે તેને દબોચી લીધો હતો.

ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો ચાર્જ: પકડાયેલા આરોપી પર પોલીસે ફર્સ્ટ ડિગ્રી મર્ડર (First-Degree Murder)નો ગુનો નોંધ્યો છે.

પોલીસનું નિવેદન: ટોરન્ટો પોલીસ સર્વિસ (Toronto Police Service)ની હોમિસાઇડ એન્ડ મિસિંગ પર્સન્સ યુનિટ (Homicide and Missing Persons Unit) તેમજ ફ્યુજિટિવ સ્ક્વોડે (Fugitive Squad) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પોલીસિંગ પાર્ટનર્સ (International Policing Partners)ની મદદ લઈને આરોપીને શોધી કાઢ્યો હતો.

ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યું હતું ઊંડું દુઃખ

ટોરન્ટો સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ (Consulate General of India, Toronto) દ્વારા આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તેમણે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, "અમે યુવા ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યાથી અત્યંત સ્તબ્ધ અને દુઃખી છીએ. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે." દૂતાવાસે સ્થાનિક સત્તાધીશો (Local Authorities) સાથે મળીને પીડિત પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડી હતી.

કેનેડામાં ભારતીય મહિલાઓ સુરક્ષિત નથી?

કેનેડામાં ભારતીય નાગરિકો, ખાસ કરીને મહિલાઓ સામેના ગંભીર અપરાધોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે:

નવનીત કૌર કેસ: તાજેતરમાં જ ટોરન્ટોમાં 26 વર્ષીય ભારતીય મૂળની મહિલા નવનીત કૌરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેમાં આરોપી સરણજીત સિંહની ઓન્ટારિયો પ્રોવિન્શિયલ પોલીસે ધરપકડ કરી હતી.

દમનપ્રીત કૌર કેસ: અલ્બર્ટાના એડમોન્ટન (Edmonton, Alberta)માં 23 વર્ષીય દમનપ્રીત કૌરનું ગળું ઘોંટીને હત્યા કરવાના આરોપમાં તેના સાથી રિતેશ કુમારની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર સેકન્ડ-ડિગ્રી મર્ડર (Second-Degree Murder)નો કેસ નોંધવામાં આવ્યો હતો.