કોણ છે આ ભારતીય મૂળના CEO? સૌથી વધુ પગાર મેળવનારાના લીસ્ટમાં છે બીજા નંબરે
પાલો ઓલ્ટો નેટવર્ક્સના CEO નિકેશ અરોરા વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવનાર સીઈઓની લિસ્ટમાં બીજા નંબરે

પાલો ઓલ્ટો નેટવર્ક્સના CEO નિકેશ અરોરા વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવનાર સીઈઓની લિસ્ટમાં બીજા નંબરે છે.
વોલ સ્ટ્રીટ જર્નલ 2023 લિસ્ટમાં છવાયા નિકેશ અરોરા
ભારતીય મૂળના નિકેશે વોલ સ્ટ્રીટ જર્નલ 2023 લિસ્ટ યુએસમાં સૌથી વધુ પેઈડ CEOની લિસ્ટમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. નિકેશની કુલ સેલેરી 151.43 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે.
શાંતનુ નારાયણે પણ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું
આ રિપોર્ટમાં ભારતીય મૂળના CEOને ખાસ સ્થાન મળ્યું છે. ટોપ 500માંથી 17 પોઝિશન પર ભારતીય મૂળના CEO છે. Adobeના CEO શાંતનુ નારાયણ આ લિસ્ટમાં 11મા નંબર પર છે. ભારતમાં જન્મેલા શાંતનુ 44.93 મિલિયન ડોલરની સાથે આ પોઝિશન પર છે.
મસ્ક, પિચાઈની સ્થિતિ કેવી રહી
રસપ્રદ વાત એ છે કે ટેસ્લાના CEO ઈલોન મસ્ક અને આલ્ફાબેટના સુંદર પિચાઈ જેવા ટેક જાયન્ટ્સે 2023માં બિન-પરંપરાગત વળતર માળખાની જાહેરાત કરી છે. મસ્કને કોઈ વળતર મળ્યુ નહીં જ્યારે પિચાઈએ 8.80 મિલિયન ડોલર કમાયા છે. METAના CEO માર્ક ઝકરબર્ગ 24.40 મિલિયન ડોલર સાથે આ લિસ્ટમાં છે.
નિકેશ અરોરા ગૂગલમાં પણ કામ કરી ચૂક્યા છે
નિકેશ અરોરા દિલ્હીના એરફોર્સ પબ્લિક સ્કુલના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેમણે ગૂગલમાં મુખ્ય ચીફ બિઝનેસ ઓફિસર તરીકે કામ કર્યું હતું. 2014માં ગૂગલ છોડ્યા બાદ તેમણે રેકોર્ડ તોડ વળતર પેકેજની સાથે જાપાનમાં સોફ્ટબેન્કનું નેતૃત્વ કરીને ચર્ચા મેળવી. 2018થી તેઓ એક સાઈબર સુરક્ષા ફર્મ પાલો ઓલ્ટો નેટવર્ક્સને ચલાવી રહ્યા છે.








