લાહોરથી કરાચી સુધી 9 શહેરોમાં ભારતે ઇઝરાયેલી ડ્રોન્સથી કર્યા હુમલા, પાકિસ્તાનનો દાવો
Indian Drones Targeted 9 Locations Across Pakistan | ભારતીય સેનાએ પાકિસ્તાન પર જોરદાર હુમલો કર્યો હતો. ભારતે પોતાની સરહદની અંદર જ મિસાઇલો છોડી હતી જેનાથી PoK

ભારતીય સેનાએ પાકિસ્તાન પર જોરદાર હુમલો કર્યો હતો. ભારતે પોતાની સરહદની અંદર જ મિસાઇલો છોડી હતી જેનાથી PoK સહિત પાકિસ્તાનના 9 ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. હવે પાકિસ્તાનનો દાવો છે કે બુધવારની રાત્રે પણ ભારતે તેના કેટલાક ઠેકાણાને ટાર્ગેટ કર્યા છે. પાકિસ્તાની સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં કહેવામાં આવ્યું કે ભારતે ઇઝરાયેલી હેરપ ડ્રોન્સનો ઉપયોગ કરતા હુમલો કર્યો છે. પાક સેનાએ કહ્યું કે આ હુમલા લાહોર, કરાચી, ગુજરાંવાલા, ચકવાલ, રાવલપિંડી, બહાવલપુર,મિયાંવાલી અને ચોર શહેરમાં થયા છે. પાકિસ્તાની સેનાએ કહ્યું કે આ હુમલા અમારા શહેરોને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યા હતા.
25 ડ્રોન્સને તોડી પાડવાનો પાકિસ્તાનનો દાવો
પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો કે અમે 25 હેરપ ડ્રોન્સને તોડી પાડવામાં આવ્યા છે, લાહોર અને કરાચીમાં તોડી પાડવામાં આવ્યા છે.પોતાના દાવાના સમર્થનમાં પાક સેનાએ કેટલીક તસવીરો પણ બતાવી છે. જોકે, તેની પૃષ્ટી કરી શકાઇ નથી.પાક સેનાએ કહ્યું કે ભારતનું આ એક્શન ગંભીર છે. જનરલ ચૌધરીએ કહ્યું કે આ ખુલ્લી રીતે ઉકસાવનારી કાર્યવાહી છે, તેમને કહ્યું કે અમારી સેના પુરી રીતે એલર્ટ છે.
ઇઝરાયેલી ડ્રોન્સ ભારતે ખરીદ્યા
હેરપ ડ્રોન્સને ઇઝરાયેલી કંપની MBT મિસાઇલ ડિવિઝને તૈયાર કર્યું છે. આ કંપની ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝની એક બ્રાન્ચ છે. ઇઝરાયેલી કંપનીની વેબસાઇટ અનુસાર આ ડ્રોન્સ યુદ્ધ દરમિયાન ટાર્ગેટ એટેક કરવામાં માહેર છે, તેને ઓપરેટર્સની કમાન્ડ સાથે ક્યાય પણ મોકલી શકાય છે. આ ડ્રોન્સને દુશ્મનના એર ડિફેન્સને તોડી પાડવા તેમજ અન્ય ટાર્ગેટ માટે સક્ષમ છે. આ ડ્રોન્સની ખાસિયત આ છે કે તેમાં એક નાની મિસાઇલ પણ હોય છે. આ સિવાય આ ડ્રોન્સને પુરી રીતે ઓટોમેટિક અથવા સેમી-મેન્યુઅલ રીતે પણ સંચાલિત કરી શકાય છે. ઇઝરાયેલના આ ડ્રોન્સને ભારત અને અજરબૈજાને મોટા પાયે ખરીદ્યા છે.








