ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, રાષ્ટ્રપતિ બન્યા તો એલન મસ્કને કેબિનેટમાં આપશે મહત્ત્વની જવાબદારી
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક આવતા જ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પૂર્

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક આવતા જ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે તે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ બને છે તો ટેસ્લાના CEO એલન મસ્કને કેબિનેટમાં પદ અથવા વ્હાઇટ હાઉસમાં સલાહકારની ભૂમિકા સોપી શકે છે. મસ્કે પહેલા કહ્યું હતું કે તેમને 2020ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ જો બાઇડનનું સમર્થન કર્યું હતું. જોકે, આ વખતે તે ટ્રમ્પનું સમર્થન કરી રહ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જાય છે તો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે 7,500 ડૉલરની કર ક્રેડિટને સમાપ્ત કરવા પર વિચારા કરશે. આટલું જ નહીં તે એલન મસ્કને કેબિનેટ અથવા સલાહકારની ભૂમિકા સોપી શકે છે. ટ્રમ્પે કહ્યું કે તે વિચારતા નથી કે ટેક્સમાં છૂટ અને ક્રેડિટ એક સારો વિચાર છે. ટ્રમ્પે કહ્યું કે હું ગેસોલીનથી ચાલતી કારનો મોટો પ્રશંસક છું, સાથે જ હાઇબ્રિડ કાર અને જે કઇ પણ સાથે આવે છે તેમનો પ્રશંસક છું.
એલન મસ્ક ટ્રમ્પના સમર્થનની જાહેરાત કરી ચુક્યા છે
મહત્ત્વપૂર્ણ છે કે ટેસ્લા કંપનીના CEO એલન મસ્ક પહેલા જ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થનની જાહેરાત કરી ચુક્યા છે. એલન મસ્કે કહ્યું હતું કે તેમને 2020ની ચૂંટણીમાં જો બાઇડનને સપોર્ટ કર્યો હતો. ટ્રમ્પની એક રેલીમાં તેમના ઉપર થયેલા હુમલા બાદથી એલન મસ્ક ટ્રમ્પનું સમર્થન કરતા આવી રહ્યાં છે. હુમલાના થોડી વાર બાદ મસ્કે સોશિયલ મીડિયા પર લખ્યુ હતું, હું ટ્રમ્પનું સમર્થન કરૂં છું અને તેમના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છું.








