Video: 'જો મોટી શક્તિઓ ટકરાશે તો તબાહી મચશે', ટ્રમ્પ અને પુતિન સાથેની ત્રિપક્ષીય બેઠકમાં જિનપિંગની ચેતવણી

સોર્સ: gstv

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શેનઝેનમાં એશિયા પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન શિખર સંમેલન દરમિયાન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ત્રિપક્ષીય બેઠક યોજી હતી. ટ્રમ્પે આ મુલાકાતને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, આપણે ખરેખર ઈતિહાસ રચી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે અમેરિકા, રશિયા અને ચીન પૃથ્વી પર પરમાણુ હથિયારોની સંખ્યા અને તેના ઉપયોગનું જોખમ ઘટાડવા પર ચર્ચા કરવાની ખાસ સ્થિતિમાં છે, અને આ ત્રણેય દેશોની વિશેષ જવાબદારીઓ પણ છે.બેઠકની શરૂઆતમાં ટ્રમ્પે વૈશ્વિક મુદ્દાઓ પર વાત કરવાની વાત કરી. મતભેદો છતાં સંવાદ જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ભૂતકાળમાં ઘણા નેતાઓ અસંમતિને કારણે વાતચીત ટાળતા હતા, પરંતુ તકોને ઠુકરાવીને ક્યારેય શાંતિ સ્થાપી શકાતી નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત