Video: 80 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત

સોર્સ: gstv

સમગ્ર વિશ્વ માટે આ ક્ષણ ઐતિહાસિક હતી જ્યારે દુનિયાની ત્રણ મહાસત્તાઓના પ્રમુખ વચ્ચે બેઠક મળી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શેનઝેન શહેરમાં ઐતિહાસિક બેઠક યોજાઈ હતી..જિનપિંગે કહ્યું કે ત્રણેય દેશોએ એકબીજા સાથે મિત્રતા જાળવવી જોઈએ. તેમની વચ્ચે કોઈપણ પ્રકારનો ટકરાવ ન હોવો જોઈએ. તેમણે પરમાણુ હથિયારોને માણસના માથે લટકતી તલવાર ગણાવ્યા છે. જિનપિંગે વધુમાં કહ્યું આ હથિયારોથી ક્યારેય કોઈ યુદ્ધ જીતી શકાય નહીં. તેને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવા જોઈએ. બીજીબાજુ રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે રશિયા, ચીન અને અમેરિકાએ ત્રણેયે બીજા વિશ્વયુદ્ધમાં વિજય મેળવ્યો હતો. તેથી દુનિયામાં શાંતિ અને સુરક્ષા જાળવવાની જવાબદારી પણ આ ત્રણેય દેશોની સહિયારી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ આ વાતથી ખૂબ ખુશ છે કે ત્રણેય દેશો વચ્ચે પ્રથમ વખત ત્રિપક્ષીય બેઠક થઈ રહી છે. આ ઇતિહાસ રચવા બરાબર છે. 80 વર્ષ બાદ આજે પહેલીવાર વિશ્વના 3 સુપરપાવર્સ મંત્રણાના મંચ પર હતા

આ સમાચાર શેર કરો

જાહેરાત