મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'જો મારા શપથ ગ્રહણ પહેલા ઇઝરાયેલના બંધકોને છોડવામાં નહીં આવે તો હું મધ્ય પૂર્વમાં વિનાશ લાવીશ', ટ્રમ્પ

નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે જો ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામ

'જો મારા શપથ ગ્રહણ પહેલા ઇઝરાયેલના બંધકોને છોડવામાં નહીં આવે તો હું મધ્ય પૂર્વમાં વિનાશ લાવીશ', ટ્રમ્પ

નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે જો ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા લોકોને 20 જાન્યુઆરીએ તેમના શપથ ગ્રહણ પહેલા છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં 'બરબાદી' થશે. ઈઝરાયેલના આંકડાઓ અનુસાર, ગયા વર્ષે ઈઝરાયેલ પર હુમલા દરમિયાન હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ-અમેરિકન નાગરિકો સહિત 250થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. ગાઝામાં હજુ પણ રાખવામાં આવેલા 101 વિદેશી અને ઇઝરાયેલી બંધકોમાંથી અડધા જીવંત હોવાનો અંદાજ છે.

આ પણ વાંચો:ફેંગલ વાવાઝોડાએ ભારત અને શ્રીલંકામાં તબાહી મચાવી, ભારે વરસાદે લીધો ૧૫થી વધુ લોકોનો ભોગ

ટ્રમ્પે આપી ધમકી

ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું, 'જો 20 જાન્યુઆરી, 2025 સુધીમાં બંધકોને છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં તબાહી સર્જાશે. માનવતા વિરુદ્ધ આ અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેણે કહ્યું, 'જે લોકોએ આવું કર્યું તેમને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી સજા આપવામાં આવશે.' ટ્રમ્પે કહ્યું કે જો યોગ્ય સમયે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમેરિકા એવી સજા આપશે જે આજ સુધી કોઈને મળી નથી.

હમાસનું શું કહેવું છે?

હમાસના કાર્યકારી ગાઝા ચીફ ખલીલ અલ-હૈયાએ તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પેલેસ્ટાઈનના પ્રદેશોમાં યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઈઝરાયેલ સાથે બંધકોની કોઈ વિનિમય કરાર કરવામાં આવશે નહીં. એક ઈન્ટરવ્યુમાં હૈયાએ કહ્યું હતું કે, "યુદ્ધ સમાપ્ત થયા વિના કેદીઓની આપ-લે થઈ શકે નહીં."

ઈઝરાયેલની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 44,400થી વધુ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા

ઈઝરાયેલે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના નેતૃત્વવાળા આતંકવાદીઓએ ઈઝરાયલી સમુદાયો પર હુમલો કર્યા બાદ યુદ્ધ શરૂ કર્યું હતું, જેમાં 1,200 લોકો માર્યા ગયા હતા. ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 44,400 થી વધુ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે અને ગાઝાની મોટાભાગની વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે. ગાઝાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગાઝાનો વિશાળ વિસ્તાર સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે

આ સમાચાર શેર કરો