મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'2 ઇરાની એજન્ટ, 3 રૂમમાં બોમ્બ...' હમાસના પ્રમુખને મોસાદે આ રીતે માર્યો

ઇઝરાયેલની જાસુસી એજન્સી મોસાદે ઇરાની સુરક્ષા એજન્ટને તેહરાનની તે બિલ્ડિંગમાં વિસ્ફોટ લગાવવાન

'2 ઇરાની એજન્ટ, 3 રૂમમાં બોમ્બ...' હમાસના પ્રમુખને મોસાદે આ રીતે માર્યો

ઇઝરાયેલની જાસુસી એજન્સી મોસાદે ઇરાની સુરક્ષા એજન્ટને તેહરાનની તે બિલ્ડિંગમાં વિસ્ફોટ લગાવવાની જવાબદારી સોપી હતી જ્યાં હમાસના રાજકીય નેતા ઇસ્માઇલ હાનિયા રોકાયા હતા. એક રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં હાનિયાને મેમાં તે સમયે જ મારવાનો પ્લાન હતો જ્યારે તે પૂર્વ ઇરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના અંતિમ સંસ્કાર માટે તેહરાન આવ્યો હતો.

બે ઇરાની અધિકારી અનુસાર, ભારે ભીડ ભેગી થવાને કારણે આ ઓપરેશન રદ કરવામાં આવ્યું હતું કારણ કે તેમાં સફળતા મળવાની શક્યતા ઘણી ઓછી હતી. તે બાદ ઓપરેશનનો સમય બદલવામાં આવ્યો હતો.

મોસાદના કહેવા પર કામ કરતા બે એજન્ટોએ ઉત્તરી તેહરાનમાં ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC) ગેસ્ટહાઉસના ત્રણ અલગ અલગ રૂમમાં વિસ્ફોટક મુક્યા હતા. આ સ્થળ રણનીતિક રીતે પસંદ કરવામાં આવ્યું હતું કારણ કે પુરી શક્યતા હતી કે હાનિયા અહીં જ રોકાશે.

હાનિયાને ખતમ કરવા માટે ઓપરેશન

રિપોર્ટ અનુસાર, ઇરાની અધિકારીઓ પાસે વર્તમાન સર્વિલાન્સ ફૂટેજમાં એજન્ટ ફરતા જોવા મળે છે. ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે એજન્ટ ગણતરીની મિનિટોમાં જ રૂમમાં ઘુસીને બહાર ફરતા જોવા મળે છે. ડિવાઇસ લગાવ્યા બાદ તે ગુપ્ત રીતે ઇરાનની બહાર નીકળી જાય છે પરંતુ દેશની અંદર તેમના માણસ હાજર હતા. બુધવાર સવારે 2 વાગ્યે રૂમમાં લાગેલા વિસ્ફોટકોને દૂરથી ઉડાવી દેવામાં આવ્યા હતા જ્યાં હાનિયા રહેતો હતો અને આ દરમિયાન તેનું મોત થયું હતું.

આ હત્યાની પૃષ્ટી IRGC અધિકારીઓએ કરી છે જેમનું માનવું છે કે મોસાદે અંસાર અલ મહદી સુરક્ષાના એજન્ટોને નિયુક્ત કર્યા હતા જેમની પાસે દેશની અંદર અને બહાર ઉચ્ચ નેતાઓ અને અધિકારીઓની સુરક્ષાની જવાબદારી હતી.

IRGCના એક અધિકારીએ જણાવ્યું, "આ ઇરાન માટે અપમાનજનક અને એક મોટી સુરક્ષા ચૂક છે.

મોસાદ કેવી રીતે કરે છે કામ

3 બિલિયન ડૉલરના વાર્ષિક બજેટ અને 7000 કર્મચારીઓ સાથે મોસાદ CIA બાદ પશ્ચિમમાં બીજી સૌથી મોટી જાસુસી એજન્સી છે. મોસાદના કેટલાક વિભાગ છે પરંતુ તેની આંતરિક સંરચના વિશે વધુ જાણકારી કોઇને ખબર નથી. મોસાદનું પેલેસ્ટાઇની આતંકવાદી ગ્રુપની અંદર એજન્ટોનું એક નેટવર્ક છે. લેબેનોન, સીરિયા અને ઇરાન જેવા દુશ્મન દેશોમાં પણ તેના અનેક એજન્ટ છે.

આ સમાચાર શેર કરો