Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Houthi attacks persist despite Pakistan's entry, drone-missile attack at 3 airports in Saudi

પાકિસ્તાનની એન્ટ્રી છતાં હૂતીના હુમલા યથાવત્, સાઉદીના 3 એરપોર્ટ પર ડ્રોન-મિસાઈલથી એટેક

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાનની એન્ટ્રી છતાં હૂતીના હુમલા યથાવત્, સાઉદીના 3 એરપોર્ટ પર ડ્રોન-મિસાઈલથી એટેક
સોર્સ : Google

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલો 'મક્કા પેક્ટ' સક્રિય થઈ ગયો હોવાના અને કરાર મુજબ પાકિસ્તાની દળો સાઉદીની સુરક્ષામાં ગોઠવાઈ ગયા હોવાના અહેવાલો વચ્ચે પણ હૂતી લડાકુઓ બેફામ હુમલાઓ કરી રહ્યા છે. યમનના ઈરાન સમર્થિત હૂતીઓએ સાઉદી અરેબિયાના 3 એરપોર્ટને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલ હુમલા કર્યા છે.

App Store

સાઉદીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન

સાઉદી સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે, સોમવારે નજરાન અને જિઝાન એરપોર્ટ પર થયેલા હુમલામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું અને 3 લોકો ઘાયલ થયા હતા. હૂતીઓએ સાઉદીના તેલ મથકો, સૈન્ય મથકો અને એરપોર્ટ પર પ્રહાર કરવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ આ હુમલા શરૂ થઈ ગયા હતા.

એરપોર્ટ પર સીધો મિસાઈલ પ્રહાર, એર ટ્રાફિક ઠપ

નજરાન અને જિઝાન બાદ હૂતીઓએ સાઉદી અરેબિયાના અસીર પ્રાંતમાં આવેલા ત્રીજા મહત્વપૂર્ણ એરપોર્ટ 'અભા ઈન્ટરનેશનલ એરપોર્ટ' પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. હૂતી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમની બેલેસ્ટિક મિસાઈલ ચોક્કસ નિશાન પર લાગી હતી, જેના કારણે એરપોર્ટ પર હવાઈ અવરજવર ખોરવાઈ ગઈ હતી.

વિશ્વભરની એરલાઈન્સ કંપનીઓને ચેતવણી

આ સાથે જ હૂતીઓએ વિશ્વભરની એરલાઈન્સ કંપનીઓને ચેતવણી આપતા કહ્યું છે કે સાઉદીનું એરસ્પેસ હવે તેમના લશ્કરી અભિયાનોનું કેન્દ્ર બની ગયું હોવાથી ત્યાં વિમાનો ઉડાડવાનું જોખમી સાબિત થઈ શકે છે.

પાકિસ્તાનની સુરક્ષા ભાગીદારી છતાં કેમ ન અટક્યા હુમલા?

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી સહયોગ છતાં હૂતીઓ પર તેનો કોઈ ડર દેખાઈ રહ્યો નથી. સંરક્ષણ વિશ્લેષકોના મતે, હૂતીઓ પાસે યમનથી જ ડ્રોન અને મિસાઈલ છોડવાની ક્ષમતા તથા સંપૂર્ણ સ્વાયત્ત કમાન્ડ સિસ્ટમ છે. પાકિસ્તાન સાઉદીની આંતરિક સુરક્ષામાં ભાગીદાર બન્યું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે પાકિસ્તાની સૈન્ય યમનમાં જઈને સીધા હૂતીઓ સામે લડી રહ્યું છે. આ સુરક્ષા કરારની હૂતીઓની પ્રહાર ક્ષમતા પર તાત્કાલિક કોઈ અસર થઈ નથી અને હૂતીઓ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે તેઓ આ સંઘર્ષમાં પાછળ હટવા તૈયાર નથી.