Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Hormuz crude oil will make people cry 'black' tears, threat of inflation

હોર્મુઝ સ્ટ્રેટ વિવાદ: ક્રૂડ ઓઇળ લોકોને 'કાળા' આંસુએ રડાવશે,  મોંઘવારીનો ખતરો 

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2026
લાઇવ ટીવીGoogle News
હોર્મુઝ સ્ટ્રેટ વિવાદ: ક્રૂડ ઓઇળ લોકોને 'કાળા' આંસુએ રડાવશે,  મોંઘવારીનો ખતરો 
સોર્સ : gstv

ગત સપ્તાહના અંતે સીઝફાયર માટેની મંત્રણાઓ નિષ્ફળ ગયા બાદ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાની બંદરો પર સૈન્ય નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને પગલે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.

App Store

નાકાબંધી પાછળનું મુખ્ય કારણ

ઇરાને અગાઉ આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગમાંથી ટેન્કરોની અવરજવર લગભગ બંધ કરી દીધી હતી. માત્ર ઇરાન સાથે મિત્રતા ધરાવતા દેશોના જહાજોને જ ભારે ફી વસૂલીને પસાર થવા દેવામાં આવતા હતા. આ દબાણને ખતમ કરવા ટ્રમ્પ વહીવટીતંત્રે નાકાબંધીનો આકરો નિર્ણય લીધો છે.

યુએસ નેવી માટે પડકારો અને સૈન્ય સ્થિતિ

નિષ્ણાતોના મતે, આ નાકાબંધીનો અમલ કરવો એ અમેરિકી નૌસેના માટે મોટો પડકાર છે. આ ઓપરેશન માટે યુએસ નેવીના મોટી સંખ્યામાં જહાજો અને જવાનોની જરૂર પડશે. અમેરિકન નૌસેનાને અનેક પ્રકારનાં રિસોર્સિસની જરૂરિયાત ઉભી થશે. હાલમાં મધ્ય પૂર્વમાં અમેરિકાના 16 યુદ્ધ જહાજો તૈનાત છે, પરંતુ પેલેસ્ટાઈન કે ઇરાનના દરિયાકાંઠાના મુખ્ય ભાગમાં હાલ કોઈ જહાજ નથી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી વિશ્વના કુલ તેલ વેપારનો 20% હિસ્સો પસાર થાય છે. આટલા મોટા પાયે જહાજોના ટ્રાફિકને રોકવો કે નિયંત્રિત કરવો ભૌગોલિક રીતે મુશ્કેલ છે.

બધું જ નાકાબંધીના શરૂઆતના દિવસો પર નિર્ભર છે. અમેરિકા કેટલા જહાજોને જપ્ત કરી શકે છે અને અન્ય દેશોના જહાજોને પસાર થતા કેટલા અટકાવી શકે છે, તેના પર સફળતાનો આધાર છે. તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. 

આંતરરાષ્ટ્રીય કાયદો અને માનવીય સહાય

નાકાબંધીના કાયદેસરપણા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ કોઈ પણ દેશ નાગરિક વસ્તીને ભૂખે મારવાના હેતુથી નાકાબંધી ન કરી શકે. ઇરાનમાં જતી માનવીય સહાયને મંજૂરી આપવી કે નહીં, તે આ નાકાબંધીની કાયદેસરતા નક્કી કરશે. કોઈપણ દેશના જહાજો સાથે ભેદભાવ વગર સમાન વર્તન કરવું જરૂરી છે. પરંતુ આ સ્થિતિ જે પેદા થઇ છે તેના કારણે ક્રૂડની કિંમતમાં ભડકો જરૂર થશે અને સામાન્ય જનતા પર બોજ વધશે. આ તણાવની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. 

ક્રૂડ ઓઇળ લોકોને 'કાળા' આંસુએ રડાવશે

ક્રૂડ ઓઈલની કિંમત યુદ્ધ પહેલા તેલના ભાવ પ્રતિ બેરલ $70 હતા, જે હવે વધીને $100 ને પાર કરી ગયા છે. અમેરિકામાં ગેસોલિનના ભાવ $2.98 થી વધીને સરેરાશ $4.12 પ્રતિ ગેલન થઈ ગયા છે. ભારત અને ચીન જેવા એશિયન દેશો જે મધ્ય પૂર્વના તેલ આયાત પર નિર્ભર છે, તેમને સૌથી વધુ આર્થિક ફટકો પડી શકે છે.

વૈશ્વિક સપ્લાય ચેઇન પર જોખમ

માત્ર તેલ જ નહીં, પરંતુ અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે. જેમાં ખાતર કે જે દુનિયાનું 30% આ જળમાર્ગમાંથી પસાર થાય છે. જો પુરવઠો ખોરવાય તો વૈશ્વિક સ્તરે ખેતી અને અનાજના ઉત્પાદન પર માઠી અસર પડશે. યુએઈ, કતાર અને બહેરીન જેવા દેશોમાં ખાદ્ય સામગ્રી મોંઘી થશે કારણ કે સામાન વિમાન દ્વારા મંગાવવો પડશે. ઔદ્યોગિક કાચો માલ જેવા કે એલ્યુમિનિયમ અને પેઇન્ટ બનાવવા માટે વપરાતા કેમિકલ્સનો સપ્લાય પણ અટકી શકે છે.

ઇરાનનો સંભવિત જવાબ

નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ઇરાન આ નાકાબંધીનો જવાબ નેવલ માઈન્સ (દરિયાઈ સુરંગો), ઝડપી હુમલોકરી શકે તેવી બોટ અને મિસાઈલો દ્વારા આપી શકે છે. ઇઝરાયલ અને અમેરિકા સાથેના આ સંઘર્ષમાં ઇરાન પર્સિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનમાં આવેલા અન્ય બંદરોને નિશાન બનાવવાની ધમકી આપી રહ્યું છે. વૈશ્વિક બજારોએ હવે લાંબા સમય સુધી ઊંચા ભાવો અને આર્થિક અનિશ્ચિતતા માટે તૈયાર રહેવું પડશે. ભલે નાકાબંધી ટૂંકા ગાળા માટે હોય, પણ તેની અસર વર્ષો સુધી સપ્લાય ચેઇન પર જોવા મળી શકે છે.