મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બંકરમાં હિજબુલ્લાહની ગુપ્ત બેઠક, ઈઝરાયેલની એર સ્ટ્રાઇક અને નસરલ્લાના વારસ સફીદ્દીનનું કામ તમામ 

ઇઝરાયેલ પસંદગીપૂર્વક હિજબુલ્લાહના ટાર્ગેટોને નષ્ટ કરી રહ્યું છે. દરમિયાન, હસન નસરલ્લાહની હ

બંકરમાં હિજબુલ્લાહની ગુપ્ત બેઠક, ઈઝરાયેલની એર સ્ટ્રાઇક અને નસરલ્લાના વારસ સફીદ્દીનનું કામ તમામ 

ઇઝરાયેલ પસંદગીપૂર્વક હિજબુલ્લાહના ટાર્ગેટોને નષ્ટ કરી રહ્યું છે. દરમિયાન, હસન નસરલ્લાહની હત્યા કર્યા પછી, હવે ઇઝરાયેલ મીડિયાએ દાવો કર્યો છે કે તેણે તેના ઉત્તરાધિકારી હાશિમ સફીદ્દીનની હત્યા કરી છે. જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, હાશિમ સફીદ્દીનને બેરૂતમાં નિશાન બનાવવામાં આવ્યો હતો.

ઇઝરાયેલના ત્રણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ ગુરુવારે મધ્યરાત્રિની આસપાસ ભીષણ હવાઇ હુમલા કર્યા હતા. આ હુમલાઓનો હેતુ મૃત હિજબુલ્લાહ નેતા હસન નસરલ્લાહના પિતરાઈ ભાઈ અને સંભવિત અનુગામી હાશિમ સફીદ્દીનને નિશાન બનાવવાનો હતો.

સફિદ્દીન બંકરમાં મીટીંગ કરી રહ્યો હતો.

અહેવાલ અનુસાર ઈઝરાયેલનો આ હુમલો નસરલ્લાહના મોત વખતે કરવામાં આવેલા હુમલા કરતા અનેક ગણો મોટો હતો. આ દરમિયાન બંકર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયું હતું. આ હુમલો બેરૂતના દહેહ ઉપનગરમાં હાશિમ સફીદ્દીનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે સફીદ્દીન ભૂગર્ભ બંકરમાં વરિષ્ઠ હિજબુલ્લાહ અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક કરી રહ્યો હતો.

ઇઝરાયેલે નસરલ્લાહની હત્યા કર્યા પછી આ પ્રદેશમાં થયેલો સૌથી ભયંકર બોમ્બ વિસ્ફોટો હતો. જો કે, આ અંગે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ (IDF) અથવા લેબનોનમાં હિજબુલ્લાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

સફિદ્દીન કોણ છે

1960 ના દાયકાની શરૂઆતમાં દક્ષિણ લેબનોનમાં જન્મેલા, સફિદ્દીન હિજબુલ્લાહના પ્રારંભિક સભ્યોમાંથી એક છે. લેબનોનના લાંબા ગૃહયુદ્ધ દરમિયાન ઈરાનના માર્ગદર્શન હેઠળ 1980ના દાયકામાં સફિદ્દીન હિજબુલ્લામાં જોડાયો હતો. તે નસરલ્લાહની નજીક હતો અને સંગઠનમાં ઘણી ભૂમિકાઓ ભજવી હતી. રાજકીય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક નેતા તરીકે સેવા આપવાની સાથે, તેમણે હિજબુલ્લાહની લશ્કરી પ્રવૃત્તિઓનો હવાલો પણ સંભાળ્યો.

નસરલ્લાહની જેમ, સફીદ્દીન સામાન્ય રીતે કાળી પાઘડી પહેરેલો જોવા મળે છે, જેનો અર્થ એક આદરણીય શિયા મૌલવી છે. હાશિમ, જે પોતાને મોહમ્મદ પયગમ્બરના વંશજ તરીકે વર્ણવે છે, 1995માં હિજબુલ્લાહની સુપ્રીમ કાઉન્સિલ, તેની ગવર્નિંગ એડવાઇઝરી બોડીમાં બઢતી આપવામાં આવી હતી અને તરત જ તે જૂથની જેહાદી કાઉન્સિલના વડા તરીકે નિયુક્ત થયો. જેહાદી કાઉન્સિલ હિજબુલ્લાહની સૈન્ય પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે.

માત્ર ત્રણ વર્ષ પછી, 1998માં, સફીદ્દીન પાર્ટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું નેતૃત્વ કરવા માટે ચૂંટાયો હતો. નસરલ્લાહની જેમ તેણે ઈરાનમાં અભ્યાસ કર્યો હતો. હિજબુલ્લાહ માટે કામ કરવા માટે લેબનોન પરત ફરતા પહેલા સફિદ્દીને ઈરાનના કોમ શહેરમાં ધર્મશાસ્ત્રીય અભ્યાસ દરમિયાન તેહરાન સાથે મજબૂત સંબંધો બાંધ્યા હતા.

પુત્રના લગ્નબાદ ચર્ચામાં આવ્યો હતો 

એટલું જ નહીં, તે ઈરાનના કુદ્સ ફોર્સના વડા મેજર જનરલ કાસિમ સુલેમાનીના નજીકના મિત્ર પણ હતા. સુલેમાનીને 2020માં બગદાદમાં હવાઈ હુમલા દરમિયાન અમેરિકાએ માર્યો હતો. સફીદ્દીનના પુત્ર રેઝા હાશિમ સફીદ્દીને ઈરાની જનરલની પુત્રી ઝૈનબ સુલેમાની સાથે લગ્ન કર્યા. આ લગ્નને કેટલાક વિશ્લેષકો અને વિવેચકો દ્વારા હિજબુલ્લાહમાં ઈરાનની ઘૂંસપેંઠના પ્રતીક તરીકે જોવામાં આવ્યા હતા. 

હાશિમ સફીદીનને 2017માં અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો હતો. કારણ કે તેણે ઈઝરાયલ સામે મોટું યુદ્ધ શરૂ કર્યું જ્યારે ઈઝરાયેલે હિજબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડરને મારી નાખ્યો. પછી તેણે તેના યોદ્ધાઓને કહ્યું કે દુશ્મનોને રડવા માટે મજબુર કરી દો. 

સફીદ્દીનને હંમેશા નસરલ્લાહનો સંભવિત અનુગામી માનવામાં આવતો હતો. જ્યારે ઈરાને તેમને સંસ્થાના સંભવિત ભાવિ નેતા તરીકે બઢતી આપી ત્યારે તેઓ સલાહકાર શરીર શુરા કાઉન્સિલમાં સેવા આપતા છ મૌલવીઓમાંના એક હતો.  તેઓ 2001માં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા તરીકે ચૂંટાયો હતો. 

આ સમાચાર શેર કરો