Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : High-level meeting in Washington from April 20 on INDIA-US Trade Deal

INDIA-US Trade Deal મુદ્દે 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં હાઈ-લેવલ બેઠક, ટેરિફના નિયમો અંગે થશે ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
INDIA-US Trade Deal મુદ્દે 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં હાઈ-લેવલ બેઠક, ટેરિફના નિયમો અંગે થશે ચર્ચા
સોર્સ : GSTV

ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં ત્રણ દિવસ સુધી મહત્વની વાતચીત થવા જઈ રહી છે, જેથી ભારત અને અમેરિકા બંને દેશોમાં સારા સમાચારની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત તરફથી અંદાજે એક ડઝન અધિકારીઓની ટીમ અમેરિકા પહોંચી રહી છે. ટીમનું નેતૃત્વ વાણિજ્ય વિભાગના અધિક સચિવ દર્પણ જૈન કરી રહ્યા છે. બદલાતા ટેરિફ નિયમો વચ્ચે બંને દેશો નવી શરતો પર સંમતિ બનાવવાનો પ્રયાસ કરશે. આ ડીલ પર અબજો ડોલરનો વેપાર દાવ પર લાગ્યો છે. હવે સૌની નજર આ મહાબેઠકના પરિણામો પર ટકેલી છે.

App Store

ટેરિફના કારણે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર અસર

અમેરિકામાં ટેરિફને લઈને બદલાયેલા નિયમોએ જૂના ટ્રેડ સમીકરણો બગાડી દીધા છે. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ભારે ટેરિફને અમેરિકન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા, ત્યારબાદ અમેરિકન વહીવટી તંત્રે 24 ફેબ્રુઆરીથી તમામ દેશો પર 150 દિવસ માટે 10 ટકા સમાન ટેરિફ લગાવી દીધો છે. આ નવા નિયમને કારણે ભારત અને અમેરિકાએ તેમના જૂના કરારના મુસદ્દાને ફરીથી ઉકેલવાની ફરજ પડી રહી છે.

ભારત પર કેવી અસર?

જૂના માળખા હેઠળ, અમેરિકા ભારતીય સામાન પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવા સંમત થયું હતું. પરંતુ હવે 10 ટકાના નવા નિયમ પછી ભારતનો તે 'ખાસ ફાયદો' ખતમ થતો જણાય છે, જે તેને અન્ય દેશોની સરખામણીમાં મળવાનો હતો. આ જ કારણ છે કે અધિકારીઓ હવે કરારને 'રીકેલિબ્રેટ' એટલે કે નવેસરથી તૈયાર કરવા પર ચર્ચા કરશે.

ચીને અમેરિકાનું રાજ ઓછું કર્યું

આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે વર્ષ 2025-26માં ચીને અમેરિકાને પછાડીને ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર હોવાનું બિરુદ ફરીથી મેળવી લીધું છે. છેલ્લા ચાર વર્ષ (2021-22 થી 2024-25) સુધી અમેરિકા આ યાદીમાં ટોચ પર હતું. ભારત અને ચીન વચ્ચેનો કુલ વેપાર 151.1 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. ગયા નાણાકીય વર્ષમાં અમેરિકા સાથે ભારતની ટ્રેડ સરપ્લસ પણ ઘટીને 34.4 અબજ ડોલર રહી ગઈ છે.

વિમાન અને ટેકનોલોજી ખરીદવાનો સંકેત

આ બેઠકમાં ભારત તે આરોપોને પણ મજબૂતીથી નકારી કાઢશે, જે અમેરિકાએ તેની 'સેક્શન 301' તપાસ હેઠળ ભારત પર લગાવ્યા છે. ભારત અગાઉથી જ અમેરિકા પાસેથી 500 અબજ ડોલરના ઊર્જા ઉત્પાદનો, વિમાન અને ટેકનોલોજી ખરીદવાનો સંકેત આપી ચૂક્યું છે.