મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Israel-Hezbollah War: ઇઝરાયલી હુમલામાં હિઝબુલ્લાહનો મિસાઇલ કમાન્ડર ઠાર

એકતરફ હિઝબુલ્લાના લોકો ઈઝરાયલના અનેક શહેરોમાં મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે, બીજી તરફ ઈઝરાયલ પણ લેબેનોનમાં મોત વર

Israel-Hezbollah War: ઇઝરાયલી હુમલામાં હિઝબુલ્લાહનો મિસાઇલ કમાન્ડર ઠાર

એકતરફ હિઝબુલ્લાના લોકો ઈઝરાયલના અનેક શહેરોમાં મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે, બીજી તરફ ઈઝરાયલ પણ લેબેનોનમાં મોત વરસાવી રહ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આ હુમલામાં હિઝબુલ્લાહના મિસાઈલ કમાન્ડર માર્યો ગયો છે. ઇઝરાયેલી સૈન્યએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે બેરૂતમાં હવાઈ હુમલામાં હિઝબોલ્લાહના મિસાઇલ અને રોકેટ યુનિટના ટોચના કમાન્ડર ઇબ્રાહિમ મુહમ્મદ કુબૈસીને મારી નાખ્યો છે. 

ઈઝરાયલના હુમલામાં 585 લોકોના મોત

લેબેનોનમાં એટેક બાદ હિઝબુલ્લા અને ઈઝરાયલ પર મહાયુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ઈઝરાયલે પેજર અને વોકીટોકી બ્લાસ્ટ કરીને લેબેનોનમાં 1600 ઠેકાણા પર હુમલા કર્યા છે. આ હુમલામાં 24 કલાકમાં અત્યાર સુધી 585 લોકો માર્યા ગયા છે, જેમાં 94 મહિલા અને 50 બાળકો પણ સામેલ છે, જ્યારે 1800થી વધુને ઈજા થઈ છે.

ઈઝરાયલમાં એક સપ્તાહની ઈમરજન્સી લાદવામાં આવી

ઈઝરાયલે દેશમાં એક સપ્તાહ માટે ઈમરજન્સી જાહેર કરી છે. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ 30મી સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં 'સ્પેશિયલ હોમ ફ્રન્ટ સિચ્યુએશન'ની જાહેરાત કરી છે. આ સાથે લેબનોનના લોકોને સલામત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે. 

ઈઝરાયલી વડાપ્રધાને વીડિયો સંદેશ જાહેર કર્યો

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે, ‘હું લેબેનોનના લોકોને એક ખાસ સંદેશ આપવા માંગુ છું. ઈઝરાયલની તમારી સાથે કોઈપણ લડાઈ નથી, અમે હિઝબુલ્લા સાથે લડી રહ્યા છીએ. હિઝબુલ્લા તમને માનવ ઢાલ બનાવીને ઉપયોગ કરી રહ્યો છે. હિઝબુલ્લાએ તમારા લિવિંગ રૂમમાં રૉકેટ અને ગેરેજમાં મિસાઈલ રાખેલી છે. તે આ હથિયારોથી અમારા દેશના નાગરિકો પર હુમલો કરી રહ્યો છે. હવે અમારી સુરક્ષા માટે આ હથિયારો નષ્ટ કરવાનો સમય આવી ગયો છે. તેથી લેબેનોનવાસીઓને ચેતવણી આપવામાં આવી રહી છે કે, તમે હિઝબુલ્લાના ઠેકાણાઓથી દૂર જતા રહો. મહેરબાની કરીને તમામ સુરક્ષિત વિસ્તારોમાં જતા રહો.’

આ સમાચાર શેર કરો