મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

નસરલ્લાહના મોતની હિજબુલ્લાહે કરી પૃષ્ટી, ઇરાને બોલાવી મુસ્લિમ દેશોની બેઠક

ઇઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે લડાઇ સતત ભીષણ થઇ રહી છે જેન

નસરલ્લાહના મોતની હિજબુલ્લાહે કરી પૃષ્ટી, ઇરાને બોલાવી મુસ્લિમ દેશોની બેઠક

ઇઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે લડાઇ સતત ભીષણ થઇ રહી છે જેની કિંમત લેબેનોનના સામાન્ય લોકો પણ ચુકવી રહ્યાં છે. હિજબુલ્લાહે પણ સંગઠન ચીફ નસરલ્લાહની મોતની પૃષ્ટી કરી છે.

હિજબુલ્લાહે નસરલ્લાહના મોતની પૃષ્ટી કરી

હિજબુલ્લાહે સંગઠનના પ્રમુખ નસરલ્લાહના મોતની પૃષ્ટી કરી છે. હિજબુલ્લાહ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે, 'હિજબુલ્લાહના મહાસચિવ મહામહિમ સૈયદ હસન નસરલ્લાહ પોતાના મહાન અમર શહીદ સાથીઓમાં સામેલ થઇ ગયા છે, જેમના માર્ગ પર તેમને લગભગ 30 વર્ષ સુધી નેતૃત્ત્વ કર્યું. 

ઇરાનના સર્વોચ્ચ નેતાને સુરક્ષિત સ્થળે ખસેડાયા

સુરક્ષિત સ્થાન પર ગયા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતાએ મુસ્લિમોને આહ્વાન કરતાં કહ્યું કે તે લેબેનોનના લોકો અને ગર્વિત હિજબુલ્લાહની સાથે દરેક શક્ય રીતથી ઊભા થાય અને ઈઝરાયલના દુષ્ટ શાસનનો સામનો કરવામાં તેમની મદદ કરે. ખામેનેઈએ એક નિવેદનમાં કહ્યું, 'આ વિસ્તારનું ભાગ્ય વિરોધની તાકાતો દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં હિજબુલ્લાહ સૌથી આગળ હશે.'

   

આ સમાચાર શેર કરો