હિજબુલ્લાહ ચીફ નસરાલ્લાહ તેની પુત્રી ઝૈનબ સાથે માર્યો ગયો ; IDFએ કરી પુષ્ટિ
ઈઝરાયેલે હિજબુલ્લાના ચીફ હસન નરસલ્લાહની હત્યા કરવાનો દાવો કર્યો છે. ઈ

ઈઝરાયેલે હિજબુલ્લાના ચીફ હસન નરસલ્લાહની હત્યા કરવાનો દાવો કર્યો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું, 'હસન નસરાલ્લાહ હવે દુનિયાને આતંકિત કરી શકશે નહીં.'
શુક્રવારે ઇઝરાયેલની સેનાએ લેબનોનની રાજધાની બેરૂતમાં અનેક ટાર્ગેટ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં હિજબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હવે ઈઝરાયેલની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેમના હુમલામાં હિજબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહ અને હિજઝબુલ્લાહના દક્ષિણી મોરચાના ચીફ અલી કરાકી અન્ય કમાન્ડરો સાથે માર્યા ગયા છે.
ડેનિયલ હગારીએ કહ્યું કે, 'ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી સચોટ બાતમી બાદ, અમારા વાયુસેનાના ફાઈટર પ્લેન્સે આતંકવાદી સંગઠન હિજબુલ્લાહના સેન્ટ્રલ હેડક્વાર્ટર પર લક્ષ્યાંકિત હુમલો કર્યો, જે દહિયાહ વિસ્તારમાં રહેણાંક મકાનના ભોંયરામાં સ્થિત હતું. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે હિજબુલ્લાહનું વરિષ્ઠ નેતૃત્વ તેના હેડક્વાર્ટરમાં ઇઝરાયલી નાગરિકો વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ ચલાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું હતું.
ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે હસન નસરાલ્લાહના 32 વર્ષના કાર્યકાળ દરમિયાન હિજબુલ્લાના વડા તરીકે, તેઓ અસંખ્ય ઇઝરાયેલ નાગરિકો અને સૈનિકોની હત્યા અને હજારો આતંકવાદી કૃત્યોના આયોજન અને અમલ માટે જવાબદાર હતો.






