Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Great destruction! North Korea activates a 2,000-year-old seismic zone with a single action, 1399 shocks recorded

મહાવિનાશનું એલાન! ઉત્તર કોરિયાના એક પગલાંથી ૨ હજાર વર્ષ જૂનો ભૂકંપ ઝોન સક્રિય, ૧૩૯૯ આંચકા નોંધાયા

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
મહાવિનાશનું એલાન! ઉત્તર કોરિયાના એક પગલાંથી ૨ હજાર વર્ષ જૂનો ભૂકંપ ઝોન સક્રિય, ૧૩૯૯ આંચકા નોંધાયા
સોર્સ : gstv

North Korea Nuclear Tests : ઉત્તર કોરિયા દ્વારા પાછલા વર્ષોમાં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોને કારણે એવા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જ્યાં હજારો વર્ષોથી સંપૂર્ણ શાંતિ હતી. રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયાએ છેલ્લે વર્ષ 2017 માં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. એક વૈજ્ઞાનિક અભ્યાસમાં ખુલાસો થયો છે કે મંતાપની પર્વતમાળા આસપાસ વર્ષ 2008 થી 2025 ની વચ્ચે 1399 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. જ્યારે વર્ષ 2013 પહેલા અહીં ભાગ્યે જ કોઈ ભૂકંપ નોંધાયો હતો.

App Store

પરમાણુ પરીક્ષણો અને ફૉલ્ટ લાઈન્સનું સક્રિય થવું

વર્ષ 2006 થી 2017 ની વચ્ચે ઉત્તર કોરિયા દ્વારા આ વિસ્તારમાં ઓછામાં ઓછા 6 વખત પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા હતા. વર્ષ 2013 માં ત્રીજા પરમાણુ પરીક્ષણ વખતે પહેલો મોટો ભૂકંપ આવ્યો હતો અને 2017 માં છેલ્લા પરીક્ષણ બાદ ભૂકંપની તીવ્રતા તથા આવૃત્તિ બંનેમાં મોટો વધારો થયો હતો. વિજ્ઞાનીઓનું માનવું છે કે હજારો વર્ષોથી શાંત રહેલો આ સિસ્મિક ઝોન વારંવાર થતા પરમાણુ ધડાકાઓના કારણે અચાનક સક્રિય થઈ ગયો છે અને ભૂગર્ભીય ફૉલ્ટ ફરી જીવંત બન્યો છે.

ઉત્તર કોરિયાનું નવું સંયુક્ત સૈન્ય યુદ્ધાભ્યાસ

એક તરફ પરમાણુ પ્રવૃત્તિઓની કુદરતી આસપાસના વાતાવરણ પર ગંભીર અસરો પડી રહી છે, ત્યારે બીજી તરફ ઉત્તર કોરિયાએ મિસાઈલો, તોપ અને ડ્રોનનું સંયુક્ત યુદ્ધાભ્યાસ યોજ્યું હોવાની જાહેરાત કરી છે. સરકારી સમાચાર એજન્સી 'કેસીએનએ' (KCNA) ના જણાવ્યા અનુસાર, આ અભ્યાસનો હેતુ સંકલિત માક ક્ષમતા અને વિનાશક ભીષણ ગોળીબારીનું પ્રદર્શન કરવાનો હતો. આ અગાઉ દક્ષિણ કોરિયાની સેનાએ પણ ઉત્તર કોરિયાના પૂર્વ તટીય ક્ષેત્રમાંથી ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હોવાની માહિતી આપી હતી.