સમલૈંગિક દંપતીએ દત્તક લીધેલા બાળકોનું જ કર્યું જાતીય શોષણ, કોર્ટે ફટકારી 100 વર્ષની જેલની સજા
અમેરિકામાં ગે કપલને દત્તક લીધેલા બાળકોનું જાતીય શોષણ કરીને તેનો વીડિયો ઓનલાઇન કરવા

અમેરિકામાં ગે કપલને દત્તક લીધેલા બાળકોનું જાતીય શોષણ કરીને તેનો વીડિયો ઓનલાઇન કરવાના કેસમાં 100 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયાની એટલાઉન્ટા કાઉન્ટીની છે. ગે કપલ વિલિયમ અને જારચી સુલોકને 100 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેમના પર દત્તક લીધેલા બાળકોનું જાતીય શોષણ કરવાનો આરોપ હતો.
કપલ બાળકોને નિયમિત રીતે જાતીય સંબંધ બાંધવાની ફરજ પાડતું
34 વર્ષનો જાચારી એક બેન્ક અધિકારી છે અને 36 વર્ષનો વિલિયમ એક સરકારી કર્મચારી છે. આ સમલૈગિંક દંપતીએ દસ અને બાર વર્ષના બે બાળકોને દત્તક લીધા હતા. આ દંપતી સોશિયલ મીડિયા પર નિયમિત રીતે પોતાના બાળકોની તસ્વીર શેર કરતું હતું અને કેપ્શન આપતું હતું હેપી ફેમિલી.
આ બંનેને પકડનારા અને કેસની તપાસ કરનારા અધિકારીઓએ જણાવ્યું હતું કે ગે કપલ બાળકોને નિયમિત રીતે જાતીય સંબંધ બાંધવાની ફરજ પાડતું હતું. તેના વિડીયો બનાવતું હતું. આના લીધે બંને બાળક હાલમાં ભયાનક માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેનો પર્દાફાશ આ ગે કપલના નજીકના મિત્રએ જ કર્યો હતો.
વિડીયો બનાવીને પોર્ન સાઇટ પર શેર કરતા
બંને મળીને દત્તક લીધેલા બાળક સાથે જાતીય સંબંધ બાંધતા હતા અને તેના વિડીયો બનાવીને પોર્ન સાઇટ પર શેર કરતા હતા. કપલના કેટલાક નજીકના મિત્રોએ જ પોલીસને આ અંગે જણાવ્યું હતું. તેમણે સ્નેપચેટ પર બાળકો સાથેના અત્યાચારના કેટલાક વિડીયો પોતાના મિત્રો સાથે શેર કર્યા હતા.
કોર્ટે જણાવ્યું હતું કે આરોપીઓએ ખરેખર ભયજનક સ્થિતિ બનાવી રાખી હતી. બનેએ પોતાની ઘૃણિત ઇચ્છાઓ પૂરી કરવા બાળકો પર ખાસ્સો અત્યાચાર કર્યો. આ કેસની તપાસમાં પોલીસને ખબર પડી કે આરોપીઓએ સોશિયલ મીડિયા દ્વારા કેટલાય લોકોને બાળકોની સાથે જાતીય સંબંધ બાંધવા બોલાવ્યા હતા. તેની સાથે તેમના અશ્લીલ વિડીયો પણ સોશિયલ મીડિયા પર મૂક્યા હતા.








