મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

કેલિફોર્નિયામાં ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની અટકાયત,સલમાનના ઘર પર ફાયરિંગ કેસમાં આવ્યું છે નામ

અમેરિકાના કેલિફોર્નિયામાં ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની અટકાયત કરવામાં આવી છે. અમેરિકન અધિકારીઓએ થોડા સમય પહેલા અનમ

કેલિફોર્નિયામાં ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની અટકાયત,સલમાનના ઘર પર ફાયરિંગ કેસમાં આવ્યું છે નામ

અમેરિકાના કેલિફોર્નિયામાં ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની અટકાયત કરવામાં આવી છે. અમેરિકન અધિકારીઓએ થોડા સમય પહેલા અનમોલની તેમના દેશમાં હાજરીની પુષ્ટિ કરી હતી. આ પછી મુંબઈ પોલીસે અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણનો પ્રસ્તાવ મોકલ્યો હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકામાં ઝડપાઈ ગયો છે.

અનમોલ બિશ્નોઈને સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ અને બાબા સિદ્દીકી હત્યા કેસ સહિત કેટલાક હાઈ-પ્રોફાઈલ ગુનાઓમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં અનમોલ બિશ્નોઈ વિશે માહિતી આપનારને ₹10 લાખના ઈનામની જાહેરાત કરી હતી. NIAએ 2022માં નોંધાયેલા બે કેસમાં અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ગયા મહિને, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સ્પેશિયલ મકોકા કોર્ટ (મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ- MCOCA)માં અરજી દાખલ કરી હતી કે તે ભાગેડુ ગુનેગાર અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવા માંગે છે.

લોરેન્સ અને અનમોલ બિશ્નોઈને 14 એપ્રિલે બાંદ્રા વિસ્તારમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલામાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ અને અનમોલ બિશ્નોઈને આરોપી બનાવ્યા છે. અનમોલ બિશ્નોઈએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાની જવાબદારી લીધી હતી, ત્યારબાદ તેની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો