ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં ખેલમંત્રી સાથે થયા ઈન્ટિમેટ, VIRAL થયા કિસ કરતા ફોટો
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેંક્રોની દ્વારા કરાયેલું ચુંબન સમગ્ર ફ્રાન્સમાં ચર્ચાનો વિષય બન્યો છ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેંક્રોની દ્વારા કરાયેલું ચુંબન સમગ્ર ફ્રાન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે. શુક્રવારે પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં મેંક્રોએ રમતગમત મંત્રીને ચુંબન કર્યું હતું. આ ઈન્ટીમેટ કિસ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે.
ફોટોમાં 46 વર્ષીએ એમેલી ઓડેયા-કાસ્ટેરા ફાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંની ગરદનને ચુંબન કરતા દેખાય છે અને તેનો એક હાથ ગરદનની ઉપર વીંટળાયેલો છે. જ્યારે બીજા હાથથી રાષ્ટ્રપતિનો હાથ પકડેલો છે. ફોટામાં ફ્રાન્સના પીએમ ગેબ્રિયલ અટ્ટલ તેમની નજર હટાવતા જોવા મળે છે.
ઈન્ટીમેટ કિસના ફોટોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 4 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યા છે. રમતગમત મંત્રી અને રાષ્ટ્રપતિની આ કીસે ફ્રાન્સના લોકોને ચોંકાવી દીધા છે. ફ્રાન્સમાં અભિવાદન સમયે કીસ કરવી સામાન્ય બાબત છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ બાબતે જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ શરૂ થઈ
એક યુઝરે લખ્યું: આ રીતે તો હું મારી ગર્લફ્રેન્ડને કિસ કરું છું. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે મને આ ફોટો અભદ્ર લાગે છે, આ રાષ્ટ્રપતિ અને મંત્રીને લાયક નથી. કેટલાક લોકોએ મેક્રોનની પત્ની બ્રિજિટ મેક્રોન ચુંબન પર કેવી પ્રતિક્રિયા આપશે તેની કલ્પના કરીને મિમ્સ પણ બનાવી રહ્યા છે.






