ગુગલના પુર્વ કર્મચારીએ ખોલ્યા AIના રાઝ, માનવતાના સફાયાની પણ આશંકા
જો વિજ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે મનુષ્યની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે પરંતુ જો તેનો નિયંત્રણ

જો વિજ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે મનુષ્યની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે પરંતુ જો તેનો નિયંત્રણ વિના ઉપયોગ કરવામાં આવે તો તે તબાહીનું કારણ પણ બની શકે છે. હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો જે રીતે આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને જોતા AIના ગોડફાધર અને નોબેલ પુરસ્કાર વિજેતા જ્યોફ્રિ હિંટને તેની ભયંકર આડઅસરોને લઈને દુનિયાને ચેતવી છે.
AIના કારણે માનવતાના સફાયાની 10% આશંકા
તેમણે કહ્યું કે, એ વાતની 10થી 20% આશંકા છે કે, આ ટેક્નોલોજી આગામી 30 વર્ષોમાં માનવતાના સફાયાનું કારણ બની શકે છે. હિંટને અગાઉ કહ્યું હતું કે AIના કારણે માનવતાના સફાયાની 10% આશંકા છે. પરંતુ જે રીતે નિયંત્રણ વિના AI નો ઉપયોગ વધી રહ્યો છે તેનાથી ખતરો પણ વધી ગયો છે. જ્યોફ્રિ હિંટને મશીન લર્નિંગને શક્ય બનાવે તેવી શોધ કરવા બદલ અમેરિકાના જાન હાપફિલ્ડ સાથે આ વર્ષનો ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર મળ્યો છે.
આ પણ વાંચો : PM મોદીની મન કી બાત: બસ્તર Olympic, મહાકુંભમાં AI ટેકનોલોજીની કરી પ્રશંસા
હિંટને ગત વર્ષે ગૂગલ છોડી દીધું હતું જેથી તે AIના જોખમો વિશે ખુલીને વાત કરી શકે છે. 1947માં લંડનમાં જન્મેલા હિંટને 1978માં યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાંથી પીએચડી કર્યું હતું. તેઓ કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીમાં એમેરિટસ પ્રોફેસર છે.






