મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે વિદેશ મંત્રી એસ. જયશંકરે કરી મુલાકાત, જાણો શું કહ્યું 

વિદેશ મંત્રી એસ. જયશંકર શુક્રવારે સાંજે 3 દિવસની સત્તાવાર મુલાકાતે માલદીવ્સ પહોંચ્યા છે. ત્યારે આજે મ

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે વિદેશ મંત્રી એસ. જયશંકરે કરી મુલાકાત, જાણો શું કહ્યું 

વિદેશ મંત્રી એસ. જયશંકર શુક્રવારે સાંજે 3 દિવસની સત્તાવાર મુલાકાતે માલદીવ્સ પહોંચ્યા છે. ત્યારે આજે મુલાકાતના બીજા દિવસે એટલે કે, શનિવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળ્યા બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતનો આભાર માન્યો છે. સાથે સાથે વડાપ્રધાન મોદીનો પણ આભાર માન્યો છે. મુઈઝુએ કહ્યું કે, ભારત હંમેશા માલદીવની મદદ કરતું આવ્યું છે. 

ગયા વર્ષે ચીન તરફી ગણાતા મુઇઝુએ સત્તા સંભાળ્યા બાદ ભારત તરફથી માલદીવની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. મુઈઝુએ 'X' પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જયશંકરને મળીને અને માલદીવના 28 ટાપુઓમાં પાણી અને ગટર યોજનાઓના અધિકૃત હસ્તાંતરણમાં હાજરી આપીને આનંદ થયો.

જયશંકર સાથેની તેમની મુલાકાતની તસવીરો શેર કરતાં તેમણે લખ્યું, “હું માલદીવને હંમેશા સમર્થન આપવા બદલ ભારત સરકાર, ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. અમારી સ્થાયી ભાગીદારી સતત મજબૂત બની રહી છે. જે સુરક્ષા, વિકાસ અને સાંસ્કૃતિક સંબંધોમાં સહયોગ દ્વારા બંને દેશોને નજીક લાવી રહ્યું છે. અમે સાથે મળીને આ ક્ષેત્ર માટે વધુ ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભવિષ્યને આકાર આપી રહ્યા છીએ."

મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને માલદીવ વચ્ચે તણાવ

ચીન તરફી ગણાતા મુઈઝ્ઝુએ નવેમ્બર 2023માં ટોચના કાર્યાલયનો હવાલો સંભાળ્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો હતો. પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન મુઈઝ્ઝુએ માલદીવ્સમાંથી 88 ભારતીય સૈનિકોને બહાર કાઢવા માટે 'ઈન્ડિયા આઉટ'નો નારો આપ્યો હતો. એટલું જ નહીં માલદીવનાં મંત્રીઓએ પણ PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. 

આ સમાચાર શેર કરો