મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Food Crisis/ વિશ્વમાં 28.2 કરોડ લોકો ભૂખમરાથી પીડિત, આ દેશ છે સૌથી વધુ અસરગ્રસ્ત 

વર્ષ 2023 માં, 59 દેશોના આશરે 28.2 કરોડ લોકોએ ભુખમરાનો સામનો કરવો પડ્યો હતો. તેમાં પણ યુદ્

Food Crisis/ વિશ્વમાં 28.2 કરોડ લોકો ભૂખમરાથી પીડિત, આ દેશ છે સૌથી વધુ અસરગ્રસ્ત 

વર્ષ 2023 માં, 59 દેશોના આશરે 28.2 કરોડ લોકોએ ભુખમરાનો સામનો કરવો પડ્યો હતો. તેમાં પણ યુદ્ધગ્રસ્ત ગાઝામાં સ્થિતિ સૌથી વધુ વિકટ હતી. સંયુક્ત રાષ્ટ્રના 'ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસ'માં આ માહિતી સામે આવી છે. 

રિપોર્ટ અનુસાર, 2022માં 2.4 કરોડથી વધુ લોકોને ખોરાકની તીવ્ર અછતનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ગાઝા પટ્ટી અને સુદાનમાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિ બગડી હતી.  યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટોરેરોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ભૂખમરાનું એક સૂચકાંક નક્કી કર્યું છે.  જેમાં પાંચ દેશોમાં 7,05,000 લોકો પાંચમા તબક્કામાં છે, જે ઉચ્ચતમ સ્તર માનવામાં આવે છે.

ભૂખમરા પીડિતોની સંખ્યામાં વધારો 

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટોરેરોએ જણાવ્યું હતું કે 2016માં વૈશ્વિક અહેવાલની શરૂઆતથી અત્યાર સુધીમાં ભૂખમરાથી પીડિત લોકોની આ સૌથી વધુ સંખ્યા છે.

દુષ્કાળનો સામનો કરવાની ફરજ પડશે

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, દક્ષિણ સુદાન, બુર્કિના ફાસો, સોમાલિયા અને માલીમાં હજારો લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. રિપોર્ટમાં ભાવિ પરિદ્રશ્યનો અંદાજ છે કે ગાઝામાં 11 લાખ લોકો અને દક્ષિણ સુદાનમાં 79 હજાર લોકો જુલાઈ સુધીમાં 5માં તબક્કામાં પહોંચી શકે છે. આ સાથે દુષ્કાળનો સામનો કરવા મજબૂર થવાનો તબક્કો પણ શરૂ થઈ શકે છે. ઉપરાંત, 2016 માં નોંધાયેલી સંખ્યાની તુલનામાં તે ચાર ગણો વધ્યો છે. અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે ગંભીર દુષ્કાળનો સામનો કરી રહેલા 80 ટકા લોકો એટલે કે 5,77,000 એકલા ગાઝામાં છે. અહીં ભૂખમરાની સ્થિતિ  સૌથી ખરાબ છે.

આ સમાચાર શેર કરો