મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઓમાન: મસ્કતમાં મસ્જિદ પાસે અંધાધૂંધ ફાયરિંગ, એક ભારતીય સહિત 6ના મોત

ઓમાનની રાજધાની મસ્કતમાં એક મસ્જિદ પાસે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ઘટના અંગે ઓમાનના વિદેશમંત્રીએ કહ્યું કે, આ ફાયરિંગ

ઓમાન: મસ્કતમાં મસ્જિદ પાસે અંધાધૂંધ ફાયરિંગ, એક ભારતીય સહિત 6ના મોત

ઓમાનની રાજધાની મસ્કતમાં એક મસ્જિદ પાસે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ઘટના અંગે ઓમાનના વિદેશમંત્રીએ કહ્યું કે, આ ફાયરિંગમાં એક ભારતીયનું મોત નિપજ્યું છે, જ્યારે એક ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટનામાં કુલ છ લોકોના મોત થયા છે.

ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'ઈકાલે મસ્કત શહેરમાં બનેલી ગોળીબારની ઘટનામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. દૂતાવાસે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે અને પરિવારોને તમામ સહાય પૂરી પાડવા કહ્યું છે.'

ગોળીબારમાં 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા

રૉયલ ઓમાન પોલીસે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ઓમાનની રાજધાની મસ્કતની વાદી અલ કબીર વિસ્તારમાં ગોળીબાર થયો હતો. જોકે હુમલો કયા કારણે કરવામાં આવ્યો, તેની કોઈ માહિતી સામે આવી નથી. સત્તાવાર આંકડા મુજબ આ ઘટનામાં 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ત્રણ બંદૂકધારીઓએ આડેધડ ગોળીબાર કર્યો

પોલીસે જણાવ્યું કે, ત્રણ બંદૂકધારીઓએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. જોકે પોલીસે ત્રણેયના ઢીમ ઢાળી દીધા હતા.

આ સમાચાર શેર કરો