Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : fight between Elon Musk and Foreign Minister Rubio in the White House

વ્હાઇટ હાઉસમાં એલોન મસ્ક અને વિદેશ મંત્રી રુબિયો વચ્ચે થઈ બબાલ, જાણો ટ્રમ્પે કોને આપ્યું સમર્થન?

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2025
લાઇવ ટીવીGoogle News
વ્હાઇટ હાઉસમાં એલોન મસ્ક અને વિદેશ મંત્રી રુબિયો વચ્ચે થઈ બબાલ, જાણો ટ્રમ્પે કોને આપ્યું સમર્થન?

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે બોલાચાલીનો મામલો હજુ શાંત થયો નથી ત્યાં હવે  વ્હાઇટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય કેબિનેટ બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ટ્રમ્પના અબજોપતિ સલાહકાર એલોન મસ્ક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઇ હતી. 

App Store

ટ્રમ્પે દખલગીરી કરીને મામલો પતાવ્યો 
આ ઘટનાને કારણે ટ્રમ્પ વહીવટીતંત્રમાં ઊંડા સ્તરે ફેલાઈ ગયેલા મતભેદો ખુલ્લા પાડ્યા. આ ઝઘડો ત્યારે થયો જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મંત્રીમંડળ સાથે બેઠક કરી રહ્યા હતા. આખરે તેમણે પોતે જ દરમિયાનગીરી કરવી પડી અને પછી મામલો થાળે પાડ્યો હતો. 

એલોન મસ્કે કર્યો કટાક્ષ 

અહેવાલ મુજબ, આ તણાવની સ્થિતિ ઘણા અઠવાડિયાથી જોવા મળી રહી હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં મસ્ક અને વિદેશમંત્રી વચ્ચે ઉગ્ર દલીલ થતાં અચાનક મામલો વધી ગયો હતો. હકીકતમાં, મસ્ક સરકારી ખર્ચમાં મોટા પાયે કાપ મૂકવાના પ્રબળ સમર્થક રહ્યા છે અને તેમણે રુબિયો પર તેમના વિભાગમાં પૂરતી છટણી ન કરવાનો આરોપ લગાવ્યો હતો. મસ્કે આ દરમિયાન રુબિયો પર કટાક્ષમાં પણ કહ્યું કે "તમે કોઈને કાઢી મૂક્યા નથી, વિદેશ મંત્રાલયે બિનજરૂરી રીતે મોટું બનાવી રાખ્યું છે". 

રુબિયોએ પણ કટાક્ષમાં આપ્યો જવાબ 

ત્યારે મસ્કના કટાક્ષ સામે રુબિયોએ વળતો પ્રહાર કરતા કહ્યું કે અમારા વિભાગના 1,500 કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ (બાયઆઉટ) લઈ લીધી છે. રુબિયોએ આ સાથે  કટાક્ષમાં મસ્કને પૂછ્યું કે શું તમે આ લોકોને ફરીથી નોકરી પર રાખવા માંગો છો કે જેથી તેમને દેખાડા માટે કાઢી શકાય. જોકે રુબિયોના આવા જવાબથી મસ્ક અસંતુષ્ટ જણાયા હતા. 

ટ્રમ્પે કોને કર્યો ટેકો  

અહેવાલો અનુસાર રુબિયો અને એલોન વચ્ચે લાંબા સમય સુધી દલીલબાજી ચાલુ રહી, ત્યારબાદ ટ્રમ્પે દરમિયાનગીરી કરી. ટ્રમ્પે રુબિયોની તરફેણ કરતા કહ્યું કે તમે "શાનદાર કામ" કરી રહ્યા છો અને તમારી પાસે ઘણી જવાબદારીઓ છે. ટ્રમ્પના આવા નિવેદનથી એવા સંકેત મળી રહ્યા છે કે મસ્કની વધુ પડતી આક્રમક નીતિઓને હવે લગામ લગાવવામાં આવી શકે છે.