'Everest Man' એ પોતાનો જ રેકોર્ડ તોડ્યો! 31 વર્ષમાં 31 વખત એવરેસ્ટ સર કર્યુ
sherpa Kami Rita : પર્વતારોહણના સાહસિકો માટે માઉન્ટ એવરેસ્ટ સર કરવું એક સપન

sherpa Kami Rita : પર્વતારોહણના સાહસિકો માટે માઉન્ટ એવરેસ્ટ સર કરવું એક સપનું હોય છે પરંતુ નેપાળી શેરપા ગાઇડ કામી રીતાએ એક કે બે વાર નહી 31 મી વાર દુનિયાના સૌથી ઉંચા શિખરને સર કરવાનો રેકોર્ડ કર્યો છે. 55 વર્ષીય પર્વતારોહી સાનુકૂળ હવામાનની સ્થિતિમાં મંગળવારે સવારે ચાર વાગે 8849 મીટર ઉંચા શિખર પર કદમ માંડયા હતા. લેફટનન્ટ કર્નલ મનોજ જોશીના નેતૃત્વમાં ભારતીય સેનાની એડવેન્ચર વિંગ એવરેસ્ટ અભિયાનની એક ટીમનું નેતૃત્વ કર્યુ હતું.
કાઠમાડું પોસ્ટ સમાચારપત્રએ મિંગમાને ટાંકીને જણાવ્યું હતું કે આ એક એવી ઉપલબ્ધિ જેની નજીક કોઇ પહોંચી શકયું નથી. કામીએ નિરંતર પર્વતની ટોચ પર બેજોડ શિસ્ત અને સાહસનું પ્રદર્શન કર્યુ હતું. કામીએ 1992માં પ્રથમવાર એવરેસ્ટના અભિયાનની ટીમ સાથે ભાગ લીધો હતો. 1994 થી 2025 સુધીમાં માઉન્ટ લોત્સેને એક વારા મનાસ્લુને ત્રણ વાર અને ચો ઓયૂને આઠ વાર ફતેહ કર્યુ હતું.
દર વર્ષે સેંકડો પર્વતારોહીઓ નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને સર કરવા પ્રયાસ કરે છે જેમાં ખૂબ ઓછા લોકો સફળ થાય છે. માઉન્ટ એવરેસ્ટ પર સૌથી વધુ ચઢાણ કરનારા તેમના સૌથી નજીકના હરીફ સાથી શેરપા ગાઇડ પાસંગ દાવા છે, જેમણે પર્વત પર 29 સફળ ચઢાણ કર્યા છે.એવરેસ્ટને સૌથી પહેલા 1953માં ન્યુઝીલેન્ડના એડમંડ હિલેરી અને નેપાળી શેરપા તેનજીંગ નોરવેએ સર કર્યુ હતું.






