Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Europe and G7 countries prepare to tighten grip on Russia

રશિયા પર સકંજો કસવાની યુરોપ અને G7 દેશોની તૈયારી, ભારત પર શું અસર થશે?

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
રશિયા પર સકંજો કસવાની યુરોપ અને G7 દેશોની તૈયારી, ભારત પર શું અસર થશે?
સોર્સ : GOOGLE

યુરોપ અને G7 દેશો રશિયા પર સકંજો કસવાની તૈયારી કરી રહ્યા છે. યુરોપિયન સંઘ અને G7 દેશો રશિયાના ક્રૂડ ઓઈલ માટે દરિયાઈ રસ્તા પર સંપૂર્ણ પ્રતિબંધ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર આ પ્રતિબંધના કારણે વર્તમાન પ્રાઈસ લિમિટ સિસ્ટમ સમાપ્ત થઈ જશે. 

App Store

સરળ શબ્દોમાં સમજો રશિયા વિરુદ્ધ કેવી કાર્યવાહીની તૈયારી 

રશિયાનું એક તૃતીયાંશ ક્રૂડ ઓઇલની નિકાસ પશ્ચિમ દેશોના જહાજો દ્વારા કરવામાં આવે છે. જેમાં મોટા ભાગે ભારત અને ચીનને ઓઈલની સપ્લાય કરવામાં આવે છે. એવામાં નવા પ્રતિબંધના કારણે આ બિઝનેસ પર પ્રહાર કરવામાં આવશે. પશ્ચિમી દેશોના જહાજો પર પ્રતિબંધના કારણે રશિયાએ મજબૂરીમાં 'શેડો ટેન્કર્સ'થી ઓઈલની નિકાસ કરવી પડશે. આટલું જ નહીં રશિયા ઓઈલની નિકાસ માટે પશ્ચિમી દેશોની વીમા કંપનીઓ સાથે કરાર કરી શકશે નહીં. નોંધનીય છે કે આ મુદ્દે અંતિમ નિર્ણય અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવશે. કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયાનો સૈન્ય સંઘર્ષ સમાપ્ત કરવા માટે મધ્યસ્થીનો પ્રયાસ કરી રહ્યા છે. 

રશિયા પર પ્રતિબંધ કેમ લગાવવા તૈયારી? 

નોંધનીય છે કે વર્ષ 2022માં જ G7 દેશો એટલે કે અમેરિકા, બ્રિટેન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને જાપાને રશિયાથી ઓઈલની આયાત પર કેટલાક કડક નિયમો લગાવ્યા હતા. ઓઈલની સંપૂર્ણ આયાત બંધ કરવાને બદલે G7એ રશિયાના ઓઈલ પર પ્રાઈસ કેપ લગાવ્યો. શરત એવી હતી કે જો રશિયા ઓઈલની કિંમત 60 ડોલર પ્રતિ બેરલથી નીચે રાખે તો પશ્ચિમના દેશોની જહાજ અને વીમા સેવાઓ મળતી રહેશે.આ નિયમના કારણે રશિયાને આંચકો તો લાગ્યો પણ ઓઈલ વેચાતું રહ્યું. 

શેડો ફ્લીટ અથવા શેડો ટેન્કર એટલે શું? 

બીજી તરફ રશિયાએ 'શેડો ટેન્કર'થી પણ ઓઈલની નિકાસમાં વધારો કરી નાંખ્યો. જેમાં કોઈ નિયમ કે વીમા વિના ગુપ્ત જહાજોથી ઓઈલ રશિયાથી બીજા દેશો સુધી પહોંચાડવામાં આવે છે. ઈરાન અને વેનેઝુએલા પણ અમેરિકાના પ્રતિબંધોના કારણે આ રીતે જ ઓઈલ વેચે છે. આ જહાજની માલિકી કોની છે તેની જાણકારી પણ અસ્પષ્ટ હોય છે. સૂત્રો અનુસાર રશિયા પાસે આવા 1,423 જહાજો છે. 

રશિયાને કેવી રીતે લાગશે ઝટકો? 

એક અનુમાન અનુસાર અત્યારે રશિયાના કુલ ઓઈલ નિકાસમાં 44% તો શેડો ટેન્કર જ લઈ જાય છે. જ્યારે 38 ટકા હજુ G7, યુરોપ અને ઑસ્ટ્રેલિયાના ટેન્કરથી કરવામાં આવે છે. જો G7 અને યુરોપ નવા પ્રતિબંધ લગાવે તો રશિયાના ઓઈલ માટે પશ્ચિમી દેશોના ટેન્કર કે વીમાની કોઈ સુવિધા નહીં મળે.  

ભારત પર શું અસર થશે? 

નોંધનીય છે કે હાલમાં જ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે મીડિયાને સંબોધિત કરતાં કહ્યું હતું કે રશિયા કોઈ પણ અડચણ વિના ભારતને ઓઈલ આપતું રહેશે. એવામાં જોવાનું એ થશે કે જો G7 અને યુરોપના દેશો ઓઈલને લઈને નવા પ્રતિબંધ લગાવે તો ભારત આવતા ઓઈલ પર શું અસર થશે?

ટોપિક્સ:G7 countriesEuropeRussia