પાકિસ્તાનમાં 4.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા, તિબેટ પછી ભારતના વધુ એક પાડોશી દેશમાં ધરતી ધ્રુજી
તિબેટ પછી પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા નોંધવામાં આવી છે. https://twitte

તિબેટ પછી પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા નોંધવામાં આવી છે.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ આ ભૂકંપની જાણકારી આપી હતી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.4.6ની તીવ્રતાનો ભૂકંપ હોવાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
તિબેટમાં આવ્યો હતો 5.6ની તીવ્રતાનો ભૂકંપ
11-12મેની રાત્રે 2:41 વાગ્યે ચીનના કબજા હેઠળના તિબેટમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 9 કિમીની ઊંડાઈએ હતું જેના કારણે ભારે આંચકા અનુભવાયા હતા. ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભૂકંપની તીવ્રતા અને વ્યાપ એટલો વધારે હતો કે પાડોશી દેશ નેપાળ અને ભુટાનમાં પણ આંચકા અનુભવાયા હતા.
ભારતમાં પણ અનુભવાયા હતા આંચકા
તિબેટમાં આવેલા ભૂકંપના આંચકાની અસર ભારતમાં પણ જોવા મળી હતી. ભારતના ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય વગેરે જેવા ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ અનુભવાયો હતો. જોકે અત્યાર સુધી ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.








