Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Earthquake in Venezuela, more than 164 people died

VIDEO : વેનેઝુએલામાં ભૂકંપ, ૧૬૪થી વધુ લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

વેનેઝુએલામાં બુધવારે મોડી રાત્રે આવેલા બે ભૂકંપમાં અત્યાર સુધીમાં કુલ ૧૬૪ લોકોના મોત થયા છે. આ ઉપરાંત લગભગ ૯૭૧ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. વેનેઝુએલામાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૧ અને ૭.૫ માપવામાં આવી હતી. આ બંને ભૂકંપ ૩૯ સેકન્ડના અંતરે આવ્યા હતા. આ ભૂકંપ વેનેઝુએલાના ઈતિહાસના સૌથી તીવ્ર ભૂકંપ છે. ભૂકંપના કારણે સમગ્ર દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. જે વીડિયો સામે આવ્યા છે, તેમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ છે, એરપોર્ટને ભારે નુકસાન થયું છે અને ઘણા ઘર પણ તૂટી પડ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર લેટિન અમેરિકાના અન્ય કેટલાક દેશોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એશિયામાં સ્થિત જાપાનમાં પણ બુધવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૬.૯ માપવામાં આવી હતી. જાપાનમાં અત્યાર સુધી કોઈના જાનહાનિના સમાચાર નથી.

App Store
ટોપિક્સ:gstvgstv newsvenezuelaearthquake