મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ડોકટરે યુવકનો કપાયેલો હાથ પગ સાથે જોડી દીધો!, જાણો આવું કેમ કર્યું

ચીનના હુનાન પ્રાંતમાં એક યુવકનો અકસ્માતમાં હાથ કપાઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તબીબે હાથ

ડોકટરે યુવકનો કપાયેલો હાથ પગ સાથે જોડી દીધો!, જાણો આવું કેમ કર્યું

ચીનના હુનાન પ્રાંતમાં એક યુવકનો અકસ્માતમાં હાથ કપાઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તબીબે હાથ કપાયેલી જગ્યાને લગાવાના બદલે તેના પગ સાથે જોડી દીધો હતો. આ સમાચાર સાંભળીને તમને પણ આશ્ચર્ય લાગશે.  ચાલો જાણીએ ડોક્ટરોએ આવું કેમ કર્યું?

હુનાન પ્રાંતમાં એક 27 વર્ષના શિયાઓ વેઈ નામના યુવકનો હાથ કપાઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. ઈજા એટલી ગંભીર હતી કે હાથ ફરીથી જોડી શકાય તેમ ન હતો. આવી સ્થિતિમાં ડોક્ટરોએ હાથને પગ સાથે જોડી દીધો હતો. 

ડૉક્ટરોએ અસ્થાયી રૂપે યુવકના પગ સાથે હાથ જોડવાનું નક્કી કર્યું

ડોક્ટર્સનું કહેવું છે કે હાથ લાંબા સમય સુધી શરીરથી અલગ હતો, પરિણામે તેને જીવંત રાખવો ખૂબ જ જરૂરી હતો, પરંતુ વ્યક્તિના હાથ પર થયેલી ઈજા એટલી ગંભીર હતી કે કપાયેલી જગ્યાએ હાથ જોડવો શક્ય ન હતો. આવી સ્થિતિમાં ડૉક્ટરોએ અસ્થાયી રૂપે યુવકના પગ સાથે હાથ જોડવાનું નક્કી કર્યું હતું. 

આવી પ્રક્રિયાઓ ખૂબ જ દુર્લભ છે, પરંતુ અશક્ય નથી

નિષ્ણાતો કહે છે કે આવી પ્રક્રિયાઓ ખૂબ જ દુર્લભ છે, પરંતુ અશક્ય નથી. ચીનના લોકો માઇક્રોસર્જરીમાં ખૂબ જ અનુભવી છે. આ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે અને આ ઓપરેશનમાં લગભગ 14થી 15 કલાકનો સમય લાગી શકે છે.

આ સમાચાર શેર કરો