Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : China's big announcement of 'zero tariffs' for 53 countries

ચીનની 53 દેશો માટે 'ઝીરો ટેરિફ' ની મોટી જાહેરાત, 1 દેશને રખાયો બહાર 

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ચીનની 53 દેશો માટે 'ઝીરો ટેરિફ' ની મોટી જાહેરાત, 1 દેશને રખાયો બહાર 
સોર્સ : gstv

દુનિયામાં જ્યાં એક તરફ વેપારી તણાવ વધી રહ્યો છે અને ઘણા દેશો આયાત શુલ્ક (ટેરિફ) વધારવાની નીતિ અપનાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીને જાહેરાત કરી છે કે તે 1 મે 2026 થી પોતાની સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા 53 આફ્રિકન દેશો માટે તમામ આયાત શુલ્ક (ટેરિફ) સંપૂર્ણપણે નાબૂદ કરી દેશે. આ નિર્ણય હેઠળ આ દેશોમાંથી આવતી લગભગ તમામ પ્રોડક્ટ્સ- પછી તે કૃષિ, ખાણકામ કે ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલી હોય, હવે ચીનમાં કોઈપણ ટેરિફ વગર એન્ટ્રી કરી શકશે. જેનાથી આફ્રિકન દેશો માટે વિશ્વના બીજા સૌથી મોટા ઉપભોક્તા બજારમાં પોતાનો હિસ્સો વધારવો ઘણો સરળ બની જશે.

App Store

એક દેશને બહાર રાખવામાં આવ્યો

જો કે આ યાદીમાંથી એક આફ્રિકન દેશને બહાર રાખવામાં આવ્યો છે. Eswatini (ઈસ્વાતિની)ને આ યોજનાનો લાભ નહીં મળે, કારણ કે તેના તાઇવાન સાથે રાજદ્વારી સંબંધો ધરાવે છે. ચીન લાંબા સમયથી ‘વન ચાઇના પોલિસી’નું સમર્થન કરે છે અને તાઇવાનને પોતાનો હિસ્સો માને છે. એવામાં જે દેશો તાઇવાન સાથે સત્તાવાર સંબંધો ધરાવે છે, તેમને આ પ્રકારની આર્થિક રાહતોથી દૂર રાખવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પગલું માત્ર વ્યાપારિક જ નહીં પરંતુ વ્યૂહાત્મક પણ છે. ચીન આફ્રિકામાં પોતાનો પ્રભાવ સતત વધારી રહ્યું છે, પછી તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હોય, રોકાણ હોય કે સંસાધનો સુધી પહોંચ હોય. હવે ટેરિફ હટાવવાથી આફ્રિકન દેશોનો ઝુકાવ ચીન તરફ વધુ વધી શકે છે.

ચીન-આફ્રિકા વેપાર પર અસર પડશે

આ નિર્ણયની સીધી અસર ચીન-આફ્રિકા વેપાર પર પડશે. આફ્રિકન દેશો માટે ચીનમાં નિકાસ કરવાનું સસ્તું થઈ જશે, જેનાથી તેમની પ્રોડક્ટ્સની માંગ વધી શકે છે. સાથે જ ચીનને પણ સસ્તો કાચો માલ અને સંસાધનો સરળતાથી મળી શકશે. વૈશ્વિક સ્તરે આ પગલાને અમેરિકાની નીતિઓ સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે, જ્યાં તાજેતરમાં ટેરિફને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું છે. એવામાં ચીનનો આ નિર્ણય પોતાની જાતને એક ખુલ્લા અને સહયોગી વ્યાપારિક ભાગીદાર તરીકે રજૂ કરવાનો પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે.