Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : China news: Huge blast in Baotu city of China, earthquake-like tremors, 2 dead, 5 missing

China news: ચીનના બાઓટુ શહેરમાં પ્રચંડ બ્લાસ્ટ, ધરતીકંપ જેવા આંચકા, 2 લોકોનાં મોત, 5 ગુમ

Timeછેલ્લું અપડેટ : 18 Jan 2026
લાઇવ ટીવીGoogle News
China news: ચીનના બાઓટુ શહેરમાં પ્રચંડ બ્લાસ્ટ, ધરતીકંપ જેવા આંચકા, 2 લોકોનાં મોત, 5 ગુમ
સોર્સ : AI

China news: પાડોશી દેશ ચીનના ઈનર મંગોલિયા સ્વાયત્ત વિસ્તાર પશ્ચિમી બાઓટુ શહેરમાં ભીષણ વિસ્ફોટ થયાનું સામે આવ્યું છે. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં કંપન પેદા થયું અને ઘણી ઈમારતો ધ્રુજી ગઈ હતી. આ વિસ્ફોટની તીવ્રતાનું અનુમાન લગાવી શકાય છે. આ મોટા વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે લોકોનાં મોત થયા છે, જ્યારે પાંચ લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે. 

App Store

બ્લાસ્ટ બાદ ધરતીકંપ જેવો આંચકો
આ વિસ્ફોટ એક સ્ટીલ પ્લાન્ટમાં રવિવારે થયો હતો. આ ભીષણ વિસ્ફોટમાં પાંચ લોકો ગુમ થયા છે. તેમજ ઘણા લોકો ઈજાગ્રસ્ત છે. મળતી વિગતો અનુસાર, વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે આસપાસના વિસ્તારોમાં ધ્રૂજારી અનુભવાઈ હતી. વિસ્ફોટના કારણોની તપાસ ચાલી રહી છે.