મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

"શ્રીલંકાની સરકાર અને તમિલો વચ્ચે સંઘર્ષ થઈ શકે" કચ્ચાતીવું ટાપુ વિવાદ પર ચિદમ્બરમની મોદી સરકારને ચેતવણી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે, "કચ્ચાતીવું દ્વીપ પર ભ્રા

"શ્રીલંકાની સરકાર અને તમિલો વચ્ચે સંઘર્ષ થઈ શકે" કચ્ચાતીવું ટાપુ વિવાદ પર ચિદમ્બરમની મોદી સરકારને ચેતવણી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે, "કચ્ચાતીવું દ્વીપ પર ભ્રામક અને આક્રમક નિવેદનબાજી ના કરો તેના કારણે શ્રીલંકાની સરકાર અને તમિલો વચ્ચે સંઘર્ષ થઈ શકે છે." ચિદમ્બરમે આ બાબતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી તેમાં કહ્યું હતું કે, "કેન્દ્ર સરકારે ચીનને આક્રમકતા બતાવવી જોઈએ જેણે આપણી 2000 ચો.કિમી.ની જમીન પર કબજો કરી લીધો છે"   https://x.com/PChidambaram_IN/status/1775102493103477232?s=20   તો એવા કયા મુદ્દા છે જેના કારણે આ સંઘર્ષ ઊભો થઈ શકે છે, આવો જાણીએ...     ચિદમ્બરે આ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે, "ભારતના વિદેશ મંત્રી અને અન્ય નેતાઓના નિવેદનો ભારત-શ્રીલંકાના સંબંધોને અસર કરી શકે છે, પરંતુ તેઓએ યાદ રાખવું જોઈએ કે શ્રીલંકામાં 2.5 મિલિયન શ્રીલંકન તમિલો અને 10 લાખ ભારતીય તમિલો વસે છે. આવી સ્થિતિમાં, 50 વર્ષ બાદ કચ્ચાતીવું ટાપુ અંગે કોઇ પણ પ્રકારની ગેરમાર્ગે દોરનારી અને આક્રમક નિવેદનબાજી શ્રીલંકાની સરકાર અને તમિલો વચ્ચે સંઘર્ષનું કારણ બની શકે છે."   ચિદમ્બરમે કહ્યું કે, "ચીન દ્વારા સતત ગામડાઓના નામ બદલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, વિદેશ પ્રધાન આ મુદ્દે કેમ બોલતા નથી?" વિદેશ મંત્રી જયશંકરે સોમવારે દાવો કર્યો હતો કે, "કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાને ભારતીય માછીમારોના અધિકારોની અવગણના કરીને કચ્ચાતીવું ટાપુ શ્રીલંકાને આપી દીધો હતો." ત્યારે આ દાવા બાદ પી ચિદમ્બરમનું આ નિવેદન સામે આવ્યું હતું. આ પહેલા PM મોદીએ પણ કચ્ચાતીવું દ્વીપ શ્રીલંકાને સોંપી દેવા માટે કોંગ્રેસ સરકારની આલોચના કરી હતી.   કચ્ચાતીવું ટાપુએ શ્રીલંકાના નેદુન્થીવુ અને ભારતના રામેશ્વરમ વચ્ચે આવેલો એક ટાપુ છે જે 285 એકરમાં ફેલાયેલ છે. આ દ્વીપ ભારતીય તટથી લગભગ 33 કિલોમીટર દૂર સ્થિત છે. આ ટાપુ શ્રીલંકાને સોંપવાના મુદ્દે ભૂતકાળમાં તમિલનાડુમાં અનેક આંદોલનો થયા હતા જ્યારે 1974માં તત્કાલીન ઈન્દિરા ગાંધીની સરકારે આ ટાપુને શ્રીલંકાને સોંપી દીધો હતો.

આ સમાચાર શેર કરો