Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Ceasefire stalled due to US-Iran conditions, know what demands

અમેરિકા-ઈરાનની શરતોને લીધે સીઝફાયર અધ્ધરતાલ, જાણો બંને દેશોએ એકબીજા સમક્ષ કઈ કઈ માંગણીઓ મૂકી

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકા-ઈરાનની શરતોને લીધે સીઝફાયર અધ્ધરતાલ, જાણો બંને દેશોએ એકબીજા સમક્ષ કઈ કઈ માંગણીઓ મૂકી
સોર્સ : gstv

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને લઈને વાતો તો ઘણી થઈ રહી છે, પરંતુ વાત બની રહી નથી. સીઝફાયર માટે ઈરાને 5 શરતો રાખી હતી, જેના જવાબમાં હવે અમેરિકાએ પણ 5 શરતો મૂકી દીધી છે. ઈરાનની એક ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે, આ શરતો અમેરિકાએ ઈરાનના વાતચીતના પ્રસ્તાવના જવાબમાં રાખી છે.

App Store

શરતોમાં અમેરિકાની દાદાગીરી

અમેરિકાએ ઈરાન સામે શરત મૂકી છે કે તેણે પોતાનું એનરિચ્ડ યુરેનિયમ સોંપવું પડશે. તે આ યુદ્ધથી થયેલા નુકસાનની ભરપાઈ નહીં કરે અને ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને પણ મુક્ત નહીં કરે. આ પહેલા ઈરાને 5 શરતો રાખી હતી, જેમાં તેણે સંપત્તિઓને મુક્ત કરવા અને યુદ્ધ માટે વળતર માંગ્યું હતું.

અમેરિકાની 5 શરતો

અમેરિકા કોઈપણ પ્રકારનું વળતર કે નુકસાન ભરપાઈ નહીં કરે
ઈરાને પોતાનું 400 કિલો એનરિચ્ડ યુરેનિયમ અમેરિકાને સોંપવું પડશે
ઈરાનનું માત્ર એક જ પરમાણુ મથક એક્ટિવ રહેશે
ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવામાં આવશે નહીં
તમામ મોરચે યુદ્ધનો અંત લાવવા માટે વાતચીત કરવી પડશે

ઈરાનની 5 શરતો

તમામ મોરચે યુદ્ધનો અંત આવવો જોઈએ, ખાસ કરીને લેબનોનમાં
ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા પડશે
ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવી પડશે
યુદ્ધથી થયેલા નુકસાન માટે વળતર આપવું પડશે
હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનના સાર્વભૌમત્વને માન્યતા આપવી પડશે

અમેરિકા-ઈરાન જીદે ચડ્યા

અમેરિકા અને ઈઝરાયેલે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર હુમલો કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી વિવાદ ચાલુ છે. યુદ્ધને 3 મહિના થવા આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ વાત બની શકી નથી. અમેરિકા અને ઈરાન, બંને પોતાની જીદ પર અડેલા છે. ઈરાન પોતાની માંગણીઓ રાખે છે તો અમેરિકા પણ પોતાની શરતો ઉમેરી દે છે. બંને વચ્ચે વાતચીત ભલે થઈ રહી હોય પરંતુ એકબીજા પર વિશ્વાસ કોઈ કરતું નથી.

અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ખોટો આરોપ લગાવ્યો

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, 'અમેરિકા અને ઈઝરાયેલની સરકારોએ ઈરાન વિરુદ્ધ કોઈપણ ઉશ્કેરણી વગર સૈન્ય હુમલા દ્વારા જાણીજોઈને મહત્વપૂર્ણ માર્ગો પર અસુરક્ષા ઊભી કરી દીધી અને પછી ઈરાન પર અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવી દીધો.'