પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટ પાસે આત્મઘાતી હુમલો, કાર બ્લાસ્ટમાં 12 લોકોનાં મોત

પાકિસ્તાનથી મોટા સમાચાર આવી રહ્યા છે.ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર 12.30 કલાકે એક વિસ્ફોટ થયો છે જેમાં 12 લોકોનાં મોત થયા છે જ્યારે કેટલાક ઘાયલ થયા છે. વિસ્ફોટના સમયે કાર કોર્ટ પરિસરમાં પાર્કિંગ એરિયામાં ઉભી હતી. વિસ્ફોટ થતા જ હડકંપ મચી ગયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હાઇકોર્ટ પાસે વિસ્ફોટ થયો હતો. હાઈકોર્ટ પાસે એક કારમાં આ વિસ્ફોટથી અફરાતફરી મચી હતી. જોકે, હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું હોવાના સત્તાવાર અહેવાલ નથી. જણાવી દઈએ કે, ગઈકાલે દિલ્હીમાં પણ એક કાર વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા. 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પાકિસ્તાનમાં કાર વિસ્ફોટ
પાકિસ્તાનમાં વિસ્ફોટ થવા એ સામાન્ય બાબત રહી છે. ભારતમાં દિલ્હી બ્લાસ્ટ બાદ પાકિસ્તાનમાંથી પણ કાર બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હાઇકોર્ટ પાસે કાર વિસ્ફોટ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કારની અંદર એક સિલિન્ડર ફાટતા અકસ્માત થયો હતો. વિસ્ફોટ ફક્ત કાર સુધી મર્યાદિત હતો અને અન્ય કોઈને નુકસાન થયું ન હતું.

