Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Blueprint for 60-day 'interim' peace deal between US and Iran ready,

ગ્લોબલ ઓઈલ માર્કેટને રાહત? અમેરિકા-ઈરાન વચ્ચે 60 દિવસના ‘કામચલાઉ’ શાંતિ કરારની બ્લુપ્રિન્ટ તૈયાર, ટ્રમ્પની મહોર બાકી

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
ગ્લોબલ ઓઈલ માર્કેટને રાહત? અમેરિકા-ઈરાન વચ્ચે 60 દિવસના ‘કામચલાઉ’ શાંતિ કરારની બ્લુપ્રિન્ટ તૈયાર, ટ્રમ્પની મહોર બાકી
સોર્સ : gstv

US-Iran 60-Day Peace Deal: છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વમાં હવે કૂટનીતિના નવા પવન ફૂંકાઈ રહ્યા છે. હજારો કિલોમીટર દૂર ચાલી રહેલા આ જંગે વિશ્વના ઓઈલ માર્કેટ અને સુરક્ષા સમીકરણોને હચમચાવી દીધા હતા, પરંતુ હવે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ અને પરમાણુ મંત્રણા ફરી શરૂ કરવા માટે એક પ્રાથમિક સમજૂતી સધાઈ હોવાના અહેવાલો છે.

App Store

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી 60 દિવસનો સીઝફાયર 

અમેરિકન રિપોર્ટ્સ અનુસાર, આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 60 દિવસ સુધી યુદ્ધવિરામને લંબાવવાનો છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો ઈરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમના જથ્થા અંગે ગંભીર ચર્ચાઓ કરશે. આ કરારનું સૌથી મોટું પાસું એ છે કે ઈરાન પરમાણુ હથિયારો ન બનાવવા માટે કમિટમેન્ટ આપે તેવી શક્યતા છે. 

સ્ટ્રેટ ઓફ હોર્મુઝને વિશ્વ માટે મુક્ત કરાશે

વિશ્વના ઓઈલ સપ્લાય માટે સૌથી મહત્વનો ગણાતો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ હવે આ મંત્રણાના કેન્દ્રમાં છે. કરાર મુજબ, આ જળમાર્ગ પર શીપિંગ 'મુક્ત' બનાવવામાં આવશે. ઈરાનને ૩૦ દિવસમાં માઈન્સ હટાવવાની શરત રાખવામાં આવી છે. બદલામાં, અમેરિકા તેના નૌકાદળ દ્વારા લાદવામાં આવેલા બ્લોકેડને તબક્કાવાર હળવું કરશે.  

જોકે બુધવારે અને ગુરુવારે બંને દેશો વચ્ચે ફરીથી સૈન્ય સંઘર્ષ જોવા મળ્યો હતો. કુવૈતમાં અમેરિકન બેઝ પર ઈરાનનો મિસાઈલ હુમલો અને બદલામાં અમેરિકાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. હાલના તબક્કે, આ એક માત્ર કામચલાઉ સમજૂતી છે, કોઈ અંતિમ શાંતિ કરાર નથી.