'બિલમાંથી બહાર આવ્યા બિલાવલ': સિંધુ નદીના પાણી મુદ્દે ભારતને આપી પરમાણુ યુદ્ધની ધમકી, કહ્યું- 'આ અસ્તિત્વની લડાઈ છે'

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વોટર ડિસ્પ્યુટ (Water Dispute) એ હવે ગંભીર વળાંક લીધો છે. પાકિસ્તાનમાં આયોજિત એક ઇન્ટરનેશનલ સેમિનાર (International Seminar) માં બોલતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતને ધમકી આપી છે કે જો પાકિસ્તાનનું પાણી રોકવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તેનો જવાબ પરમાણુ હુમલા (Nuclear Strike) થી આપવામાં આવી શકે છે.
પાકિસ્તાનના ન્યુક્લિયર ડોક્ટ્રિન (Nuclear Doctrine) નો આપ્યો હવાલો
બિલાવલ ભુટ્ટોએ મીડિયા અને આંતરરાષ્ટ્રીય મંચ પર દાવો કર્યો કે પાકિસ્તાનની પરમાણુ નીતિમાં કેટલીક એવી શરતો નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત દેશની ઇકોનોમી (Economy) અથવા જળ સંસાધનોને મોટું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ રાષ્ટ્રીય અસ્તિત્વ માટે ખતરો માનવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, જો ભારત તરફથી પાણી રોકવામાં આવશે તો તે "ન્યુક્લિયર આર્માગેડન" (Nuclear Armageddon - પરમાણુ વિનાશ) જેવી સ્થિતિ ઊભી કરશે અને પાકિસ્તાન પણ એટલી જ ગંભીરતાથી તેનો જવાબ આપશે.
'પાણી એ પાકિસ્તાનની લાઈફલાઈન છે'
ઝરદારીએ ભારત પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભારત પાણીને એક પ્રેશર વેપન (Pressure Weapon) એટલે કે દબાણ લાવવાના હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે.
બિલાવલનું નિવેદન: "સિંધુ નદી પાકિસ્તાન માટે કોઈ સોદાબાજીનો મુદ્દો નથી, પરંતુ અમારા દેશની લાઈફલાઈન (Lifeline) છે. પાકિસ્તાન પોતાના પાણી, સંધિ અને સાર્વભૌમત્વ (Sovereignty) ની રક્ષા કોઈપણ ભોગે કરશે. અમે શાંતિ ઈચ્છીએ છીએ પરંતુ સન્માન સાથે, કોઈની સામે ઝૂકીને નહીં."
કેમ ભડક્યું છે પાકિસ્તાન?
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધવાનું મુખ્ય કારણ એપ્રિલ ૨૦૨૫માં ભારતમાં થયેલો આતંકી હુમલો છે:
પહેલગામ આતંકી હુમલો: એપ્રિલ ૨૦૨૫માં કાશ્મીરના પહેલગામમાં થયેલા ટેરર અટેક (Terror Attack) બાદ ભારતે આકરો નિર્ણય લીધો હતો.
સંધિ સ્થગિત કરી: ભારતે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) ને સસ્પેન્ડ એટલે કે મોકૂફ (Abeyance) રાખી દીધી હતી. ત્યારથી પાકિસ્તાનની હેકડી નીકળી ગઈ છે.
પાકિસ્તાનની નિર્ભરતા: પાકિસ્તાનની લગભગ ૮૦ ટકા ખેતી અને એગ્રીકલ્ચર સેક્ટર (Agriculture Sector) સિંધુ નદીના પાણી પર નિર્ભર છે. જો આ પાણી અટકે તો પાકિસ્તાન બૂંદ-બૂંદ પાણી માટે તરસી જાય તેમ છે.
બિલાવલની જૂની આદત: પહેલા પણ ઓકી ચૂક્યા છે ઝેર
બિલાવલ ભુટ્ટોએ ભારત સામે આવી ગીધડભભકી આપી હોય તેવું આ પહેલીવાર નથી. વર્ષ ૨૦૨૫માં પણ તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, "કાં તો સિંધુમાં અમારું પાણી વહેશે અથવા તેમનું લોહી." હવે ફરી એકવાર તેમણે પરમાણુ હથિયારોનો રાગ આલાપીને આ મુદ્દાને નેશનલ સિક્યોરિટી (National Security) સાથે જોડી દીધો છે.
બીજી તરફ, હિમાલયમાં ગ્લેશિયર્સ પીગળવાની સ્પીડ બમણી થવાને કારણે પાકિસ્તાન પર ઓલરેડી પાણીનું મોટું સંકટ (Water Crisis) મંડરાઈ રહ્યું છે, અને ભારતના આકરા વલણને કારણે પાકિસ્તાનના શાસકોથી લઈને સેના સુધીના તમામના હોશ ઉડી ગયા છે.

