Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / VIDEO समाचार : Violent protest by employment workers outside Lucknow Assembly over salary hike and pending demands

પગાર વધારા અને પડતર માંગણીઓને લઈને લખનઉ વિધાનસભા બહાર રોજગાર સેવકોએ ઉગ્ર પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આજે સરકારી નીતિઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. પડતર માંગણીઓને લઈને ગ્રામ રોજગાર સેવકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા..લખનઉમાં પોતાની વિવિધ માંગણીઓ અને પગાર વધારા મુદ્દે ગ્રામ રોજગાર સેવકોએ વિધાન સભાની બહાર એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ વણસતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પ્રદર્શનકારીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. વહીવટી તંત્ર સાથેની પ્રાથમિક વાતચીત બાદ આ આંદોલન અને મંત્રણાને લખનઉના પ્રખ્યાત ઈકો ગાર્ડન ખાતે શિફ્ટ કરવામાં આવી છે. રોજગાર સેવકોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ રહેશે.

App Store