Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Bangladesh! Viral video with hair like the US President 'Donald Trump' will be cut on Eid

બાંગ્લાદેશમાં 'ડોનાલ્ડ ટ્રમ્પ'ની કુરબાની! અમેરિકી પ્રમુખ જેવા વાળ ધરાવતો વાયરલ પાડો ઈદ પર કપાશે

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બાંગ્લાદેશમાં એક દુર્લભ અલ્બિનો ભેંસું (Albino Buffalo) સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં આવ્યું છે. તેના અનોખા દેખાવને કારણે લોકોને તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump જેવી ઝલક જોવા મળી રહી છે. ખાસ કરીને તેના માથા પર આવેલા સોનેરી વાળ (Golden Hair) લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહ્યા છે.

App Store

‘ડોનાલ્ડ ટ્રમ્પ’ નામ કેવી રીતે પડ્યું?

ઢાકા નજીક નારાયણગંજ (Narayanganj) વિસ્તારમાં આવેલા એક ફાર્મમાં ઉછેરવામાં આવેલા આ લગભગ 700 કિલોના ભેંસાને લોકો “ડોનાલ્ડ ટ્રમ્પ” તરીકે ઓળખવા લાગ્યા છે.

ફાર્મના માલિક જિયાઉદ્દીન મૃધાએ જણાવ્યું કે તેના નાના ભાઈએ ભેંસાના માથા પર પડતા ગોલ્ડન વાળ જોઈને તેને આ નામ આપ્યું હતું, કારણ કે તે Donald Trumpની જાણીતી હેરસ્ટાઈલ જેવી લાગતી હતી.

ઈદ-અલ-અઝહા માટે થઈ ચૂક્યો વેચાણ

ફાર્મ માલિકના જણાવ્યા અનુસાર આ પાડો ઈદ-અલ-અઝહા (Eid al-Adha) દરમિયાન કુરબાની માટે પહેલેથી જ વેચાઈ ચૂક્યો છે. તેમણે જણાવ્યું કે, “મને ‘ડોનાલ્ડ ટ્રમ્પ’ની ખોટ જરૂર પડશે, પરંતુ કુરબાની જ ઈદનો સાચો આત્મા (Spirit of Sacrifice) છે.”

સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા

છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ અલ્બિનો પાડો ઈન્ટરનેટ સેન્સેશન (Internet Sensation) બની ગયો હતો. દરરોજ મોટી સંખ્યામાં લોકો ફાર્મ પર આવી સેલ્ફી અને વીડિયો બનાવી રહ્યા હતા.

ઘણા લોકો દૂર દૂરના જિલ્લાઓમાંથી માત્ર આ પાડાને જોવા માટે આવી રહ્યા હતા. બાળકો પણ ફાર્મ બહાર ભીડ લગાવી રહ્યા હતા.

ખાસ કાળજી રાખવામાં આવતી હતી

ફાર્મ માલિકે જણાવ્યું કે પાડાને સ્વસ્થ રાખવા માટે તેને દિવસમાં ચાર વખત સ્નાન (Bath) કરાવવામાં આવતું હતું અને ખાસ ડાયેટ આપવામાં આવતી હતી.

પરંતુ સતત ભીડ અને વધતી લોકપ્રિયતાના કારણે પાડો  તણાવ (Stress) અનુભવવા લાગ્યું હતું, જેના કારણે તેનું વજન પણ ઓછું થયું હતું. ત્યારબાદ ફાર્મ સંચાલકોએ જાહેર દર્શન (Public Viewing) પર મર્યાદા મૂકી હતી.

અલ્બિનો પાડો કેમ હોય છે ખાસ?

પશુપાલન અધિકારીઓ મુજબ અલ્બિનો ભેંસાં બાંગ્લાદેશમાં ખૂબ જ દુર્લભ ગણાય છે. મેલાનિન (Melanin)ની અછતને કારણે તેમની ત્વચા હળવી ગુલાબી (Pink-toned Skin) દેખાય છે અને વાળનો રંગ પણ સામાન્ય કરતાં અલગ હોય છે.

ઉલ્લેખનીય છે કે ઈદ-અલ-અઝહા દરમિયાન બાંગ્લાદેશમાં લાખો પશુઓની કુરબાની આપવામાં આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં અનોખા અથવા વિશાળ પશુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થવાની પરંપરા વધી રહી છે।