Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Baloch Liberation Army (BLA) declared a terrorist organization

Us news: ટ્રમ્પનો પાકિસ્તાન પર પ્રેમ છલકાયો, બલૂચ લિબરેશન આર્મી (BLA)ને જાહેર કર્યું આતંકવાદી સંગઠન

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Us news: ટ્રમ્પનો પાકિસ્તાન પર પ્રેમ છલકાયો, બલૂચ લિબરેશન આર્મી (BLA)ને જાહેર કર્યું આતંકવાદી સંગઠન
સોર્સ : GOOGLE

 પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરની માંગણીને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પૂરી કરી છે. અમેરિકાના વિદેશ વિભાગે બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેની પેટા-સંસ્થા 'મજીદ બ્રિગેડ'ને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) તરીકે જાહેર કરી છે. આ નિર્ણય પાકિસ્તાની આર્મી ચીફની વિનંતી સાથે સીધો સંબંધ ધરાવે છે, જેમણે બલુચ વિદ્રોહીઓ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

App Store

આતંકી જાહેર કરાતા BLAને થશે નુકસાન

આ જાહેરાત બાદ BLA ને વૈશ્વિક સ્તરે મળતા ભંડોળ અને હથિયારો પર સીધી અસર પડશે. અમેરિકી કાયદા હેઠળ, હવે કોઈપણ વ્યક્તિ કે સંગઠન BLA ને આર્થિક કે તકનીકી મદદ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. આનાથી BLA નું નેટવર્ક નબળું પડશે. આ નિર્ણયથી આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમર્થન મળશે, જેનાથી તેની સુરક્ષા સંબંધિત દલીલો મજબૂત થશે. આ જાહેરાતથી બલુચ વિદ્રોહી ગતિવિધિઓ પર માનસિક અસર થશે. સંગઠનના સમર્થકો માટે હવે વિદેશમાં ખુલ્લેઆમ ભંડોળ એકત્ર કરવું કે લોબિંગ કરવું મુશ્કેલ બનશે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે તેનાથી BLA દબાણમાં આવીને હુમલાઓ વધુ તીવ્ર બનાવી શકે છે.

અમેરિકન પત્રમાં BLAની આતંકી ઘટનાઓનો ઉલ્લેખ

અમેરિકી વિદેશ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં BLAની ઘણી આતંકવાદી ઘટનાઓમાં સંડોવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2024માં BLAએ કરાચી એરપોર્ટ અને ગ્વાદર પોર્ટ ઓથોરિટી નજીક આત્મઘાતી હુમલા કર્યા હોવાનો દાવો કર્યો હતો. 2025માં BLAએ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનનું હાઈજેક કર્યું હતું, જેમાં 31થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા.