Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : attack on Trump at the same hotel where Ronald Reagan was shot

45 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન: જે હોટલમાં Ronald Reagan પર ગોળીબાર થયો હતો, ત્યાં જ TRUMP પર હુમલાનો પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
45 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન: જે હોટલમાં Ronald Reagan પર ગોળીબાર થયો હતો, ત્યાં જ TRUMP પર હુમલાનો પ્રયાસ
સોર્સ : GSTV

વોશિંગ્ટન: અમેરિકાની રાજધાનીમાં આવેલી 'વોશિંગ્ટન હિલ્ટન હોટલ' ફરી એકવાર લોહીયાળ ઇતિહાસની સાક્ષી બની છે. 25 એપ્રિલ 2026ની રાત્રે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનરમાં હાજર હતા, ત્યારે થયેલા ગોળીબારે 45 વર્ષ જૂની ખૌફનાક યાદો તાજી કરી દીધી છે.

1981નો એ કાળો દિવસ

બરાબર 45 વર્ષ પહેલા, 30 માર્ચ 1981ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન પર આ જ હોટલની બહાર જાનલેવા હુમલો થયો હતો. જોન હિંકલે જુનિયર નામના શખ્સે રીગન પર ગોળીઓ ચલાવી હતી, જેમાં રીગન સહિત સિક્રેટ સર્વિસ એજન્ટ અને પ્રેસ સેક્રેટરી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા હતા.

જોકે, આ ઘટનામાં રોનાલ્ડ રીગનને ગંભીર ઈજા થઈ ન હતી. જૂન ૧૯૮૨માં, હિંકલે ને ગાંડપણના કારણે દોષિત જાહેર કરવામાં આવ્યો ન હતો અને તેને વોશિંગ્ટનની સેન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આવા મોટા કાર્યક્રમો દરમિયાન બોલરૂમ અને VIP વિસ્તારોમાં સુરક્ષા અત્યંત કડક હોય છે, પરંતુ બાકીના હોટલ પરિસરને સંપૂર્ણપણે સીલ કરવામાં આવતા નથી. આ વિસ્તારો ઘણીવાર સુરક્ષા માટે જોખમી બની જાય છે.

2026: ફરી એ જ હોટલ અને એ જ ભય

શનિવારની રાત્રે જ્યારે હોટલના બોલરૂમમાં 2600 જેટલા દિગ્ગજો હાજર હતા, ત્યારે અચાનક 4 થી 6 રાઉન્ડ ફાયરિંગ થતા સન્નાટો છવાઈ ગયો હતો. 1981માં રીગન સીધા હુમલાનો શિકાર બન્યા હતા, જ્યારે આ વખતે સુરક્ષા એજન્ટોએ ત્વરિત કાર્યવાહી કરી ટ્રમ્પ અને મેલાનિયાને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.

સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે, વિશ્વની સૌથી કડક સુરક્ષા ગણાતી અમેરિકી સિક્રેટ સર્વિસના પહેરા હોવા છતાં, હુમલાખોર હથિયાર સાથે હોટલની અંદર કેવી રીતે પ્રવેશ્યો? હાલ શંકાસ્પદની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ઇતિહાસ ક્યારેક બહુ ભયાનક રીતે પોતાની જાતને દોહરાવે છે.

App Store