Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Attack in Peshawar, Pakistan! Gunmen opened indiscriminate fire after 2 horrific blasts!

પાકિસ્તાનના પેશાવરમાં હુમલો! અર્ધલશ્કરી દળના મુખ્યાલયમાં આત્મઘાતી હુમલામાં ત્રણ સૈનિકોના મોત

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાનના પેશાવરમાં હુમલો! અર્ધલશ્કરી દળના મુખ્યાલયમાં આત્મઘાતી હુમલામાં ત્રણ સૈનિકોના મોત
સોર્સ : GSTV

પાકિસ્તાનના પેશાવરથી એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અહીં પેરામિલિટ્રી ફોર્સના હેડક્વાર્ટર પર મોટો હુમલો કરાયો છે. સ્થાનિકોએ આપેલી માહિતી પ્રમાણે બે મોટા વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને પછી બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. 

App Store

પેરામિલિટ્રીના હેડક્વાર્ટરને નિશાન બનાવાયું 

સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોના આધારે માહિતી મળી રહી છે કે હજુ પણ પેરામિલિટ્રીના હેડક્વાર્ટર પર અથડામણની સ્થિતિ યથાવત્ છે. એક આત્મઘાતી હુમલાખોરે તો હેડક્વાર્ટરના ગેટ પર જ ફિદાયીન હુમલો કર્યો હતો. તેના બાદ ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. હજુ સુધી બે આતંકી ઠાર મરાયાની માહિતી મળી રહી છે. 

અત્યાર સુધી 3 લોકોના મોત 

મળતી માહિતી અનુસાર પેશાવરમાં થયેલા આ હુમલામાં હુમલાખોરો સહિત ત્રણ લોકો જીવ ગુમાવી ચૂક્યાની માહિતી સામે આવી રહી છે. મૃતકોમાં એક આત્મઘાતી હુમલાખોરની સાથે એક અન્ય આતંકી સામેલ હોવાની જાણકારી મળી રહી છે. એવું કહેવાય છે કે ત્રણ સુરક્ષાકર્મીઓ પણ મૃત્યુ પામી ગયા છે જોકે હજુ તેની પુષ્ટી થઇ નથી.