મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈઝરાયલ PM નેતન્યાહુની થશે ધરપકડ?  ICC કોર્ટે ધરપકડ વોરંટ કર્યુ ઇશ્યુ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ ગુરુવારે

ઈઝરાયલ PM નેતન્યાહુની થશે ધરપકડ?  ICC કોર્ટે ધરપકડ વોરંટ કર્યુ ઇશ્યુ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ ગુરુવારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી યોવ ગેલેન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટે નેતન્યાહૂ અને ગેલેન્ટ પર માનવતા વિરુદ્ધ અપરાધનો આરોપ લગાવ્યો છે.

ઈઝરાયલે ગાઝામાં નાગરિકો માટે ભોજન, પાણી અને આરોગ્ય સહાય જેવા આવશ્યક પુરવઠો પર પ્રતિબંધ મૂક્યો છે, પરિણામે ઘણા લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો: રશિયાનો યૂક્રેન પર મોટો હુમલો, પ્રથમ વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છોડી

 

'નેતન્યાહૂએ જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવ્યા'

માહિતી અનુસાર, આરોપમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટને એ માનવા માટે યોગ્ય કારણ પણ મળ્યું છે કે નેતન્યાહૂએ જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવ્યા અને જરૂરી મદદ રોકી દીધી હતી. 

અગાઉ પુતિન સામે પણ ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યુ હતું

આ અગાઉ આઇસીસીએ પુતિન સામે પણ ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યુ હતું. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને પગલે આ વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી ધરપકડ થઈ નથી.

આ સમાચાર શેર કરો