અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, અપહરણ કરનારે માંગી હતી 1200 ડૉલરની ખંડણી
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે આ દુખદ સમાચારની પૃષ્ટ

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે આ દુખદ સમાચારની પૃષ્ટી કરી છે જેમાં કહેવામાં આવ્યું કે હૈદરાબાદનો 25 વર્ષીય વિદ્યાર્થી મોહમ્મદ અબ્દુલ અરફાત ઓહાયોમાં મૃત મળ્યો છે. 2023માં ક્લીવલેન્ડ સ્ટેટ યૂનિવર્સિટીમાંથી માસ્ટરના અભ્યાસ માટે તેને એડમિશન લીધુ હતું. કેટલાક દિવસ પહેલા મોહમ્મદ અબ્દુલ અરફાતના ગાયબ થવાના સમાચાર આવ્યા હતા.
ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યું દુ:ખ
ભારતીય દૂતાવાસ તરફથી જાહેર નિવેદનમાં અબ્દુલ અરફાતના મોત પર દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું, ‘આ જાણીને દુ:ખ થયું કે મોહમ્મદ અબ્દુલ અરફાત ઓહાયોમાં ક્લીવલેન્ડમાં મૃત મળ્યો છે, જેની કેટલાક દિવસથી તપાસ કરવામાં આવતી હતી. મોહમ્મદ અરફાતના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદનાઓ.’ મહત્ત્વપૂર્ણ છે કે આ વર્ષે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીના મોતની આ 11મી ઘટના છે. વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે વિદ્યાર્થીના મોતની તે તપાસ કરી રહ્યાં છે અને સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં છે.
7 માર્ચે અંતિમ વખત પિતા સાથે થઇ હતી વાતચીત
અરફાતના પિતા મોહમ્મદ સલીમે કહ્યું હતું કે પુત્રએ તેમની સાથે અંતિમ વખત 7 માર્ચે વાત કરી હતી, ત્યારથી તે પોતાના પરિવારના સંપર્કમાં નથી, તેમણે જણાવ્યું કે તેનો મોબાઇલ ફોન પણ બંધ છે. અમેરિકામાં અરફાતના રૂમમાં તેની સાથે રહેતા વ્યક્તિએ તેના પિતાને જાણ કરી હતી કે તેને ક્લીવલેન્ડ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. 19 માર્ચે અરફાતના પરિવારને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો જેને દાવો કર્યો કે અરફાતનું માદક પદાર્થ વેચનારા એક ગ્રુપે અપહરણ કર્યું છે, તેને છોડવા માટે 1200 અમેરિકન ડૉલરની માંગ કરી હતી. અરફાતના પિતાએ કહ્યું કે ફોન કરનારાઓએ ખંડણી ના આપવા પર અરફાતની કિડની વેચવાની પણ ધમકી આપી હતી.
પિતાને ફોન કરીને માંગવામાં આવી હતી ખંડણી
અરફાતના પિતાએ હૈદરાબાદમાં ન્યૂઝ એજન્સીને કહ્યું, ‘મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને ફોન કરનારાએ મને કહ્યું કે મારા પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેમની પાસે રકમની માંગ કરી હતી. ફોન કરનારાએ એમ ના જણાવ્યું કે તેને પૈસા કઇ રીતે મોકલવાના છે, તેને માત્ર રકમ ચુકવવા કહ્યું હતું. જ્યારે મે ફોન કરનારાને કહ્યું કે તે મારા પુત્ર સાથે વાત કરાવે તો તેને આમ ના કરવાનો ઇનકાર કર્યો હતો.’ ઓહાયોમાં ગત અઠવાડિયે એક ભારતીય વિદ્યાર્થી ઉમા સત્ય સાઇ ગડ્ડાનું મોત થયું હતું અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.








