મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO:હોર્મુઝમાં વધુ એક ભારતીય જહાજમ પર હુમલો

ઈરાન-અમેરિકાના યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઓમાન પાસે ભારતના માલવાહક જહાજ પર હુમલો થયો છે. એમ.ટી.જલવીર નામન

ઈરાન-અમેરિકાના યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઓમાન પાસે ભારતના માલવાહક જહાજ પર હુમલો થયો છે. એમ.ટી.જલવીર નામના આ જહાજ પર ઓમાનના શિનાસ પોર્ટ નજીક હુમલો થયો છે. આ અંગે ઓમાને ભારતીય દૂતાવાસને માહિતી આપી છે. હુમલા બાદ તેમાં આગ લાગી ગઈ હતી. હુમલો કોણે કર્યો તેની માહિતી મળી નથી. ઘટના બાદ ભારતીય દૂતાવાસે જણાવ્યું કે તે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ પહેલા હોર્મુઝ સ્ટ્રેટ નજીક ગઈકાલે પણ આ જ રીતે હુમલો થયો હતો.. તેલ ટેન્કર MT સેત્તેબેલ્લો પર થયેલા અમેરિકી હુમલામાં 3 ભારતીયોના મોતની પુષ્ટિ થઈ છે. આ અંગે અમેરિકી સેનાએ કહ્યું હતું કે સેત્તેબેલ્લો ઈરાની તેલ લઈ જઈ રહ્યું હતું. તેણે ચેતવણીઓની અવગણના કરી, ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો. છેલ્લા એક અઠવાડિયામાં આ બીજો કિસ્સો છે જેમાં ભારતીય ક્રૂવાળા જહાજ પર અમેરિકાએ હુમલો કર્યો છે..ભારતીય વિદેશ મંત્રાલયે આવા હુમલાની નિંદા કરી છે.

આ સમાચાર શેર કરો